તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એસટી બસમાંથી દારૂની ખેપ મારી રહેલ બેની અટક

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નડિયાદ | સેવાલીયા પોલીસે વાહનચેકિંગ દરમિયાન દારૂની ખેપ મારી રહેલ બે શખ્સોને ઝડપી પાડી તેમના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે રૂ. 33,200 નો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો હતો.

સેવાલીયા પોલીસની ટીમ સેવાલીયા ચેકપોસ્ટ પર વાહન ચેકિંગમાં હતી તે સમયે છોટાઉદેપુર-મોરબી એક્સપ્રેસ બસને રોકી તપાસ કરતાં તેમાંથી દારૂની 84 બોટલ કિંમત રૂ. 25,200 જપ્ત કરી દારૂની ખેપ મારી રહેલ વરસંગ રાઠવા તથા દિનેશ રાઠવાને ઝડપી પાડી તેમની પાસેથી દારૂ ઉપરાંત અંગજડતીના રૂ.4000 તથા બે મોબાઇલ ફોન કિંમત રૂ.4000 મળી કુલ રૂ.33,200નો મુદ્દામાલ કબજે લઇ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...