ખેડામાં 50 હજાર તફડાવી જનાર ટેણીયો પકડાયો

કારની સીટમાં ઉઠાંતરી કરી ભાગ્યો કોના કહેવાથી ચોરી કરી તે પ્રશ્નાર્થ

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 03:21 AM
ખેડામાં 50 હજાર તફડાવી જનાર ટેણીયો પકડાયો
ખેડા ખાતેના એક પેટ્રોલપંપ ઉપર ગાડીમાંથી રૂ. 50 હજાર ભરેલ પાકિટ તડફાવી જનાર એક ટેણિયાને ખેડા ટાઉન પોલીસની ટીમે ગણતરીના કલાકોમાં જ નગરમાંથી ઝડપી પાડ્યો હતો. હાલમાં તેની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે.

ખેડાના કચ્છી પેટ્રોલ પંપ ખાતે સમીઉલ્લાખાન શરીફખાન પઠાણ (રહે. રતનપુર) પોતાની બોલેરો ગાડી નંબર જીજે-7-વાય.વાય.- 5063 લઇને ઉભા હતા, તે સમયે એક 12 વર્ષનો કિશોર ત્યાં આવ્યો હતો અને તેણે ગાડીમાં ડ્રાઇવર સીટ પાસે મૂકેલ રૂ.50 હજાર ભરેલ પાકિટ તફડાવી ફરાર થઇ ગયો હતો. જેથી ખેડા ટાઉન પોલીસને મામલાની જાણ કરવામાં આવતાં પોલીસની ટીમ તપાસાર્થે નીકળી હતી

દરમિયાન આ બાળક ખેડા શહેરમાંથી મળી આવતાં તેને પકડી, તપાસ કરતાં તેની પાસેથી રોકડા રૂ. 50 હજાર મળી આવ્યા હતા. હાલમાં આ બાળકની પૂછપરછ કરવામાં આવી રહી છે અને તે કોના કહેવા ઉપર આ કામ કરતો હતો તે મામલે પોલીસ તપાસ કરી રહી છે.

X
ખેડામાં 50 હજાર તફડાવી જનાર ટેણીયો પકડાયો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App