ઉંદરામાં પુત્ર ઝેરી દવા પી જતાં માતાએ ગટગટાવી

બન્ને સારવાર હેઠળ ખસેડાયાં

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 03:21 AM
ઉંદરામાં પુત્ર ઝેરી દવા પી જતાં માતાએ ગટગટાવી
મહુધા તાલુકાના ઉંદરા ગામે રમતા રમતા 10 વર્ષનો માસુમ ઝેરી દવા પી જતાં માતાને મનમાં લાગી આવતાં, માતાએ પણ ઝેરી દવા ગટગટાવતા માતા-પુત્ર બંને સારવાર હેઠળ છે.

મહુધા તાલુકાના ઉંદરા ગામે ગોપી તળાવ પાસે રહેતા કિંજલબેન અલ્પેશભાઇ બારૈયા ગુરૂવારના રોજ સવારે 9.45 વાગે પોતાના ઘરે વાસણ ઘસતા હતા તે સમયે તેમનો 10 માસનો પુત્ર ધવલ ઘરમાં રમતો હતો.. રમતાં રમતાં ધવલે ચોળીના પાકમાં છાંટવાની દવાની બોટલ રમવા માટે લીધા બાદ તેમાંથી ઝેરી દવા પી જતાં તેને મોઢે ફીણ વળ્યા હતા.

દરમિયાનમાં વાસણ ઘસીને અંદર આવેલા કિંજલબેને પુત્રએ દવા પીધાનું જોતાં જ તેઓ હેબતાઇ ગયા હતા અને મારો દીકરો દવા પી ગયો તો મારે જીવીને શું કામ છે ω તેમ કહી મનમાં લાગી આવતાં તેમણે પણ ઝેરી દવા ગટગટાવી હતી. માતા-પુત્રએ ઝેરી દવા પીધાની જાણ થતાં જ પરિવારજનો બંનેને સારવાર અર્થે નડિયાદની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.આ બનાવ મામલે મહુધા પોલીસે જાણવા જોગ નોંધ લઇ તપાસ શરૂ કરી છે. પૂછપરછ હાથ ધરી છે.

X
ઉંદરામાં પુત્ર ઝેરી દવા પી જતાં માતાએ ગટગટાવી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App