અપ્રુજીમાં પોલીસ ઉપર હુમલામાં 3 વર્ષથી ફરાર શખસ ઝડપાયો

કઠલાલના અપ્રુજી ખાતે વર્ષ 2015માં ડફેરની અફવા ચાલી હતી તે સમયે કાર્યવાહી કરી રહેલા પોલીસ જવાન ઉપર હુમલો કરી, ફરાર થઇ...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 03:21 AM
અપ્રુજીમાં પોલીસ ઉપર હુમલામાં 3 વર્ષથી ફરાર શખસ ઝડપાયો
કઠલાલના અપ્રુજી ખાતે વર્ષ 2015માં ડફેરની અફવા ચાલી હતી તે સમયે કાર્યવાહી કરી રહેલા પોલીસ જવાન ઉપર હુમલો કરી, ફરાર થઇ ગયેલ આરોપીને પોલીસે 3 વર્ષ બાદ બાતમીના આધારે ઝડપી પાડ્યો હતો. રાજ્યના અન્ય જિલ્લાઓની જેમ ખેડા જિલ્લામાં પણ વર્ષ 2015માં ડફેરનો હાઉ ઉભો થયો હતો. કઠલાલના અપ્રુજીમાં પરિસ્થિતીને નિયંત્રણમાં લેવા અને ગ્રામજનોને સમજાવવા માટે પહોંચેલા પોલીસ ઉપર હુમલો થયો હતો. આ હુમલામાં સંડોવાયેલ નરેન્દ્ર ઉર્ફે બકો સોલંકી (રહે.કઠલાલ) છેલ્લા 3 વર્ષથી નાસતો ફરતો હતો. જેને ગતરોજ ખેડા જિલ્લા એલ.સી.બી. અને પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે અપ્રુજી ગામની નહેર પાસેથી ઝડપી પાડ્યો હતો.

X
અપ્રુજીમાં પોલીસ ઉપર હુમલામાં 3 વર્ષથી ફરાર શખસ ઝડપાયો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App