તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Nadiad
  • Nadiad નડિયાદ APMCનો વહીવટ ખાડે શાકમાર્કેટમાં ગુનાખોરીમાં વધારો

નડિયાદ APMCનો વહીવટ ખાડે શાકમાર્કેટમાં ગુનાખોરીમાં વધારો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નડિયાદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિનો વહીવટ ખાડે ગયો હોવાની ગંભીર રજૂઆત કોંગ્રેસ દ્વારા ઉચ્ચકક્ષાએ કરવામાં આવી છે. જેના સમર્થનમાં નડિયાદ સ્થિત મોટી શાકમાર્કેટમાં રોગચાળો ફેલાય એટલી હદે ખદબદતી ગંદકી તથા વારંવાર અહીં અછોડા તોડવાના બનાવો સહિતની અન્ય ઘટનાઓને જવાબદાર ગણાવી હાઇકોર્ટમાં પિટીશન દાખલ કરવાની ચીમકી આપવામાં આવી છે.

નડિયાદ માર્કેટયાર્ડ (એપીએમસી)ના સંતરામ સબયાર્ડ માર્કેટમાં તા. 1/10/2016થી તા. 30/09/2018 દરમિયાન સબયાર્ડના વહીવટકર્તાઓ તરફથી વેપારીઓ, ખેડૂતો તેમજ વાહનચાલકો (માલવાહક) પાસે દૈનિક ઉઘરાવેલ રકમની માસવાર તથા વર્ષ મુજબની વિગતો આપવાની માંગ કરવામાં આવી છે. આ ઉપરાંત મોટી શાકમાર્કેટ વિસ્તારમાં વારંવાર મહિલાઓની મશ્કરી, અછોડા તોડવા તેમજ વાહનોની ચોરી સહિતના બનતા ક્રિમિનલ બનાવોની જવાબદારી માર્કેટયાર્ડના વહીવટકર્તાઓ તરફથી લેવામાં આવતી નથી, એટલે આ અંગે સીસીટીવી ફૂટેજ સાચવનારને આપવામાં આવતો પગાર, માર્કેટયાર્ડમાં મૂકવામાં આવેલ સીસીટીવીના ફૂટેજની સીડીની નકલ, સફાઇ કામગીરી તેમજ સિક્યુરીટીની કામગીરી જેને આપવામાં આવી હોય તેના વર્કઓર્ડરની નકલ, જગ્યાના ભાડાપટ્ટાની વિગત સહિતની અન્ય માહિતીની માગણી કરવામાં આવી

અનુસંધાન પાના નં.3

માર્કેટ યાર્ડના વહિવટી તંત્ર દ્વારા બે દરકારી દાખવતાં ગુનાખોરી વધી.

કથિત આક્ષેપો સાચા નથી : APMC ચેરમેન
શાકમાર્કેટ સ્વચ્છ રાખવા માટે રોજ રાત્રે 12થી 4 દરમિયાન સફાઇ કરાવવામાં આવે છે. અરજીમાં કરાયેલ કથિત આક્ષેપો સાચા નથી. અરજદારે અમને સીધી અરજી કરી નથી. તેથી માંગેલ માહિતીની ડિપાર્ટમેન્ટલ દ્વારા માગણી કરાશે તો આપવામાં આવશે. િવપુલ પટેલ, ચેરમેન, એપીએમસી, નડિયાદ

અન્ય સમાચારો પણ છે...