તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Nadiad
  • Nadiad મહુધામાં જૂના પથ્થર કાઢી બ્લોક નાખવાની કામગીરી ટલ્લે ચઢી

મહુધામાં જૂના પથ્થર કાઢી બ્લોક નાખવાની કામગીરી ટલ્લે ચઢી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મહુધાના સીમજી ભાગોળના લક્કરટોલા વિસ્તારમાં એક અઠવાડિયાથી બ્લોક નાખવાની કામગીરી ટલ્લે ચઢાવી દેવામાં આવતાં સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે. કોન્ટ્રાક્ટર દ્વારા પથ્થરો કાઢી નાખવામાં આવ્યા બાદ એક અઠવાડિયાથી બ્લોક નાખવામાં આવતાં ન હોઇ હાલમાં સ્થાનિકોને હાલાકી વેઠવી પડી રહી છે.

સ્થાનિકોના જણાવ્યાનુસાર, કોન્ટ્રાક્ટર દ્વારા એક અઠવાડિયા પહેલા નવા બ્લોક નાખવા માટે, જૂના પથ્થર કાઢી નાખવામાં આવ્યા હતા. જોકે હવે 7 દિવસ ઉપરાંતનો સમય વિતી જવા બ્લોક નાખવાની કામગીરી કરાઈ નથી. નગરપાલિકાને જાણ કરવા છતાં કોઇ પરિણામ આવ્યું નથી. પથ્થર કાઢવાની કામગીરી દરમિયાન ઓપન ગટરનું ફિટીંગ બગડી જતાં હાલમાં માર્ગો ઉપર ગટરના પાણી ફરી વળતાં હોઇ સ્થાનિકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. સત્વરે બ્લોકનું કામ શરૂ કરી, પૂર્ણ કરવામાં આવે તેવી રહીશો માગ કરે છે.

મહુધામા બ્લોકની કામગીરી ઠપ.

અન્ય સમાચારો પણ છે...