• Gujarati News
  • Local
  • Gujarat
  • Nadiad
  • ઉત્તરસંડામાં દારૂ કેસમાં પિતા પુત્ર પાસા હેઠળ ધકેલાયા

ઉત્તરસંડામાં દારૂ કેસમાં પિતા- પુત્ર પાસા હેઠળ ધકેલાયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખેડા જિલ્લા એલ.સી.બી.ના પોલીસ ઇન્સપેક્ટરે ઉત્તરસંડા જય પાપડ ફેક્ટરીની પાછળ રહેતા શિવા ગોરધનભાઇ ડાભી અને તેના પુત્ર પ્રવિણ ઉર્ફે ગુગો શીવા ડાભી વિરૂધ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી, જિલ્લા પોલીસ અધિક્ષક મારફતે કલેક્ટરને મોકલી આપતા, કલેક્ટર દ્વારા પાસા વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું હતું.

જેના આધારે શીવા ડાભીની ઉત્તરસંડાથી અટક કરી તેને જિલ્લા જેલ સૂરત ખાતે અને પ્રવિણ ડાભીની નડિયાદથી અટક કરી, જિલ્લા જેલ ભુજ ખાતે મોકલી આપ્યો હતો. આરોપી રૂ.2,82,600 ના દારૂના જથ્થા સાથે ઝડપાયા હતા. આ અંગે પોલીસે કાર્યદેસરની કાર્યવાહી હાથ ધરતા ભારે રાજકારણ ગરમાયું હતું.

અન્ય સમાચારો પણ છે...