નડિયાદમાં પ્લાસ્ટિક ઝુંબેશ અંતર્ગત લાખથી વધુનો દંડ

2700 કિલો પ્લાસ્ટિક કબજે લઇ નાશ કરાયો

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 03:21 AM
નડિયાદમાં પ્લાસ્ટિક ઝુંબેશ અંતર્ગત લાખથી વધુનો દંડ
નડિયાદ નગરને નો પ્લાસ્ટિક જોન બનાવવા માટે પાલિકા તંત્ર દ્વારા છેલ્લા થોડા સમયથી ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત અત્યાર સુધીમાં પાલિકા દ્વારા રૂ.1 લાખથી વધુનો દંડ વસુલવામાં આવ્યો હતો.

પાલિકા તંત્રએ શહેરભરમાં તપાસ કરી, વેપારીઓ પાસેથી કુલ 2700 કિલો પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરી, તેઓ નિતીનિયમાનુસાર નાશ કર્યો હતો. આ ઉપરાંત પ્રતિબંધ બાદ પણ પ્લાસ્ટિક મળે તેવા વેપારીઓ સામે દંડાત્મક કામગીરી હાથ ધરવામાં આવી હતી, જે અંતર્ગત પાલિકાએ રૂ.1,04,400 નો દંડ પણ વસુલ્યો હતો. થોડા સમય સુધી ઝુંબેશને બ્રેક આપ્યા બાદ ફરીથી ગતરોજ પાલિકાની ટીમે કાર્યવાહી હાથ ધરી, અન્ય દુકાનદારનો જથ્થો સંતાડનાર વેપારી સામે કાર્યવાહી કરી હતી.

X
નડિયાદમાં પ્લાસ્ટિક ઝુંબેશ અંતર્ગત લાખથી વધુનો દંડ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App