બલાડીમાં કાર્ડધારકો પાસેથી 10 રૂપિયા ઉઘરાવાતા રોષ

ગ્રાહકો દ્વારા CM અને ગ્રાહક સુરક્ષામાં રજૂઆત

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 03:21 AM
બલાડીમાં કાર્ડધારકો પાસેથી 10 રૂપિયા ઉઘરાવાતા રોષ

મહુધાના બલાડી ખાતે ચુણેલ ગામના રહિશ દ્વારા છેલ્લા છ વર્ષથી સસ્તા અનાજની દુકાન ચલાવવામા આવી રહી છે, ત્યારે આ દુકાનદાર દ્વારા છેલ્લા ઘણા સમયથી યેનકેન પ્રકારે મળવા પાત્ર જથ્થો અપુરતો આપવામા આવી રહ્યો હોવાનો આક્ષેપ કરાયો છે. જ્યારે જથ્થો લેવાની પાવતીના પણ કાર્ડધારકો પાસે 10-10 રૂપિયા લેવામાં આવી રહ્યાના પણ આક્ષેપો કરાયા હતા. છ વર્ષ અગાઉ ચુણેલ ગામના રહિશ દ્વારા બલાડી ગામમા સસ્તા અનજની દુકાન ચલાવવામા આવતી હતી.

ત્યારે ગેરરીતિ બહાર આવતા અગાઉના દુકાનદારને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. પરંતુ કોઇપણ જાતના જાહેરનામા વિના જ કટકીબાજ અધિકારીઓ દ્વારા તેના જ સગા ભાઇને બલાડી ગામનો પરવાનો આપવામાં આવ્યો છે.

X
બલાડીમાં કાર્ડધારકો પાસેથી 10 રૂપિયા ઉઘરાવાતા રોષ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App