નાનાવગાના RTIના અરજદારને ગોંધી રખાયો

નાનાવગાના RTIના અરજદારને ગોંધી રખાયો

DivyaBhaskar News Network

Aug 10, 2018, 03:21 AM IST
નડિયાદ તાલુકાના નાનાવગા ગામ ખાતે રહેતા એક અરજદારે આરટીઆઇ કરી કેટલીક વિગતો માંગી હતી. જે મામલે નડિયાદ રૂરલ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર, પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને જમાદારે અરજદારને પોલીસ મથકે બોલાવી, 7 કલાક ગોંધી રાખ્યાના બનાવ મામલે ખેડા જિલ્લા પોલીસ અધિક્ષકને લેખિતમાં રજૂઆત કરી, પગલાં ભરવાની માંગણી કરવામાં આવી છે. નડિયાદ તાલુકાના નાનાવગા ખાતે રહેતા કાનજીભાઇ કાંતિભાઇ ભોજાણીએ ગામના સરપંચ અને તલાટીને ઉદ્દેશીને માહિતીના અધિકાર હેઠળ માહિતી માંગતી એક અરજી કરી હતી.

અનુસંધાન પાના નં.3 પર

X
નાનાવગાના RTIના અરજદારને ગોંધી રખાયો
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી