નડિયાદના વર્ગો કોમ્પલેક્ષમાંથી વેપારીની કાર ચોરી

CCTV કેમેરામાં પાર્કિંગમાંથી નીકળતી ગાડી દેખાઇ : અગાઉ પણ આવા બનાવો નોંધાયા

DivyaBhaskar News Network | Updated - Sep 09, 2018, 03:20 AM
Nadiad - નડિયાદના વર્ગો કોમ્પલેક્ષમાંથી વેપારીની કાર ચોરી
નડિયાદ શહેરમાં આવેલ વર્ગો કોમ્પલેક્ષમાંથી ગાડીની ચોરીને લઇને શહેર પોલીસ દ્વારા ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે. જોકે આ કોમ્પલેક્ષમાંથી આ અગાઉ પણ વાહનોની ચોરી થઇ હોવા છતાં સુરક્ષાના મામલામાં બેદરકારી જોવા મળી રહી છે.

નડિયાદ શહેરના વર્ગો કોમ્પલેક્ષમાં દુકાન ધરાવતા જીગરભાઇ રમેશભાઇ દરજીએ પોતાની હુન્ડાઇ એસન્ટ ગાડી નંબર જીજે-02-એ.સી.-6378 ગત તા.1-9-18 ના રોજ કોમ્પલેક્ષના ભોંયરામાં બનાવેલ પાર્કિંગમાં પાર્ક કરી હતી. જે કોઇ ચોરી જતાં, આ મામલે જીગરભાઇએ શહેર પોલીસને જાણ કરી હતી. જીગરભાઇએ કોમ્પલેક્ષમાં આવેલ સી.સી.ટી.વી. કેમેરા બંધ હોઇ એક દુકાનમાં લગાવાયેલ સી.સી.ટી.વી. કેમેરાના ફુટેજ ચકાસતા બે ઇસમો એક્ટિવા ઉપર આવતાં, ભોંયરામાં જતાં દેખાય છે અને ત્યારબાદ ગાડી બહાર આવી રોંગ સાઇડમાં બસ મથક તરફ જતી દેખાય છે. જોકે કોમ્પલેક્ષના પાર્કિંગમાં લગાવેલ સી.સી.ટી.વી. કેમેરા બંધ હોવાથી ચોરીની આ ઘટનામાં કોઇ કડી ઘટનાસ્થળેથી પ્રાપ્ત થઇ ન હતી.

આ અગાઉ પણ આ કોમ્પલેક્ષમાંથી વાહનો ચોરી થયાના બનાવો બન્યા છે. ભોંયરામાં બનાવેલ પાર્કિંગમાં આગ ચાંપી દેવાની ઘટના પણ બની હતી. આ ઉપરાંત છાશવારે વાહનોમાંથી પેટ્રોલની ચોરીના બનાવો પણ બને છે. તેમ છતાં કોમ્પલેક્ષમાં સી.સી.ટી.વી. કેમેરા મામલે ગંભીરતા દાખવવામાં આવતી ન હોવાના આક્ષેપ દુકાનદારો દ્વારા કરવામાં આવ્યા હતા. હાલમાં આ મામલે નડિયાદ શહેર પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

X
Nadiad - નડિયાદના વર્ગો કોમ્પલેક્ષમાંથી વેપારીની કાર ચોરી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App