રઢુથી 1 લાખના મુદ્દામાલ સાથે 19 જુગારી ઝડપાયા

ખેડા ટાઉન પોલીસ અને એલ.સી.બી. ની ટીમે પાડેલ સંયુક્ત દરોડામાં ખેડાના રઢુ ગામે જુગાર રમી રહેલા 19 જુગારીઓને પોલીસે...

DivyaBhaskar News Network | Updated - Sep 09, 2018, 03:20 AM
Nadiad - રઢુથી 1 લાખના મુદ્દામાલ સાથે 19 જુગારી ઝડપાયા
ખેડા ટાઉન પોલીસ અને એલ.સી.બી. ની ટીમે પાડેલ સંયુક્ત દરોડામાં ખેડાના રઢુ ગામે જુગાર રમી રહેલા 19 જુગારીઓને પોલીસે ઝડપી પાડી, 1 લાખથી વધુનો મુદ્દામાલ કબજે લઇ કાર્યવાહી હાથ ધરી છે.

ખેડા ટાઉન પોલીસ અને એલ.સી.બી. ની ટીમ પેટ્રોલીંગમાં હતી તે સમયે મળેલ બાતમીના આધારે રઢુ ગામના ભોઇવાસમાં દરોડો કરી, ત્યાં જુગાર રમી રહેલા અશોક ચતુરભાઇ ભોઇ (રહે.રઢુ), ભગવત કાછિયા (રહે.રઢુ), કિરણ રાવલ (રહે.સાથલ), જોબન ઠાકોર (રહે.ધોળકા), કેવલ પટેલ (વાસણા), હિતુ શનાભાઇ દેવીપુજક (રહે.સાથલ), ચંદુ દેવીપુજક (રહે.રઢુ), નવઘણ ઠાકોર (ખાત્રીપૂર), ગોપાલ ભોઇ (રહે.રઢુ) શક્તિ કનુભાઇ ઠાકોર (રહે. ખાત્રીપુર) દશરથ સંજીભાઇ રાવળ (રહે. સાંથળ), રણજીત રમેશભાઇ રાવળ (રહે.સાંથલ), અરવિંદ સોમાભાઇ શાહ (રહે.ધોળકા), કનુ લક્ષ્મીભાઇ ઠાકોર (રહે.સાંથલ), પ્રહલાદ પરમાર (રહે. વાસણા) કિરણ કોળીપટેલ (રહે. ધોળકા) ગિરધન ઠાકોર (ખાત્રીપુર), યોગેશ કાછિયાપટેલ (રહે. રઢુ), મગન ઠાકોર (રહે.સાંથળ)ને ઝડપી રોકડા રૂ. 45,790 તથા રૂ. 47,000 ની કિંમતના 17 મોબાઇલ ફોન મળી કુલ રૂ. 1,00,390 નો મુદ્દામાલ કબ્જે લઇ તપાસ હાથ ધરી છે.

X
Nadiad - રઢુથી 1 લાખના મુદ્દામાલ સાથે 19 જુગારી ઝડપાયા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App