Home » Madhya Gujarat » Latest News » Nadiad » Nadiad - ગળતેશ્વરના ખાખરીયા ગામમાં મકાનની છત તૂટતાં 12 ઘવાયા

ગળતેશ્વરના ખાખરીયા ગામમાં મકાનની છત તૂટતાં 12 ઘવાયા

Divyabhaskar.com | Updated - Sep 09, 2018, 03:20 AM

પરિવાર સૂઇ રહ્યો હતો, પાંચ શખ્સોને ટાંકા લેવા પડ્યા

  • Nadiad - ગળતેશ્વરના ખાખરીયા ગામમાં મકાનની છત તૂટતાં 12 ઘવાયા

    ગળતેશ્વર તાલુકાના ખાખરીયા ગામે ગઇ મોડીરાત્રે એક મકાનની છત ધડાકાભેર તૂટી પડી હતી. જેના કારણે 12 વ્યક્તિઓ ઘવાયા હતા. ઘટનાના પગલે નિંદ્રામાંથી જાગેલા આસપાસના રહીશોએ મહામુસીબતે ઇજાગ્રસ્તોને બહાર કાઢી 108 દ્વારા બાલાસિનોર દવાખાને સારવાર અર્થે મોકલ્યા હતા.

    ગળતેશ્વર પાસેના ખાખરીયા ગામમાં હબીબભાઇ અબ્દલુભાઇ શેખનું ઘર આવેલું છે. ગઈકાલે રાત્રે ૩વાગ્યાના સુમારે હબીબભાઇના પરિવારના સભ્યો મીઠી નિંદર માણી રહ્યા હતા, ત્યારે તેમના જૂના ઘરની છત એકાએક કડડભૂસ થઇ ગઇ હતી. આથી મકાનમાં સૂઇ રહેલા પરિવારના સભ્યોને ઇજા થતા તેમણે બૂમાબૂમ મચાવી હતી. અવાજ સાંભળી આસપાસના લોકો દોડી આવ્યા હતા, અને તૂટેલી છતનો કાટમાળ ખસેડી એક પછી એક એમ 12 જણને બહાર કાઢ્યા હતા. ત્યારબાદ તમામને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે નજીકના બાલાસિનોર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. જેમાં એક વ્યક્તિને માથાના ભાગે ૫ ટાંકા લઈ સારવાર આપવામાં આવી હતી. જ્યારે અન્યને પણ સારવાર આપવામાં આવી હતી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

Trending

વીડિયો વધુ જુઓ