નડિયાદ પાલિકાએ મહામહેનતે હટાવેલા દબાણો પુન: ધમધમ્યા

Nadiad - નડિયાદ પાલિકાએ મહામહેનતે હટાવેલા દબાણો પુન: ધમધમ્યા

DivyaBhaskar News Network

Sep 09, 2018, 03:20 AM IST
નડિયાદમાં ત્રણ અઠવાડિયા અગાઉ હટાવવામાં આવેલા દબાણો ફરી થવા લાગ્યા છે. શહેરના સ્ટેશન અને સંતરામ રોડથી લઇ અન્ય જે જગ્યાઓ પરથી દબાણ હટાવી પાલિકાએ સંતોષ માન્યો છે, ત્યાં લારી, ગલ્લા સહિતના દબાણોનો ભરડો થવા લાગ્યો છે.

નડિયાદ શહેરના વિવિધ વિસ્તારો જેવાકે સ્ટેશનથી સંતરામ રોડ, પારસ સર્કલ ઉપરાંત મહાગુજરાત સર્કલ તથા વાણિયાવડ અને કોલેજ રોડ ઉપરાંત અન્ય વિસ્તારો પર દબાણોનો રાફડો વધવા લાગ્યો છે. હજુ ત્રણ અઠવાડિયા અગાઉ જ પાલિકાના દબાણ વિભાગે મહા મહેનતે આ દબાણો હટાવ્યા હતા. જ્યાં છેલ્લા દસ દિવસથી ધીમે ધીમે કરીને ફરી એ જ દબાણકર્તાઓએ ફરી હાટડીઓ શરૂ કરી દીધી છે. આ વખતે અમને કોઇ વાંધો આવશે નહીં તેવું પણ દબાણકારો જણાવે છે. અગાઉની જગ્યા કરતા થોડા વધુ અંતરે ચા, અામલેટ, પાઉંભાજી, પકોડી તથા અન્ય લારી અને પાનના ગલ્લા ગોઠવવા લાગ્યા છે. જો આમ ચાલશે તો લગભગ એક માસ બાદ ફરી નડિયાદ શહેર પહેલાની જેમ જ દબાણોથી ઢંકાઇ જશે, અને તેથી નાગરિકોને ફરી પારાવાર હાલાકીમાં મૂકાવવાનો વારો આવશે. પાલિકા અને પોલીસ આ દબાણો સામે મૂકપ્રેક્ષક બની તમાશો જુએ છે, ત્યારે પ્રજામાં વૈદ્ય ગાંધીનું સહિયારૂ ચાલતુ઼ં હોવાની અટકળો થઇ રહી છે.

પાલિકા અને પોલીસ આ દબાણો સામે મૂકપ્રેક્ષક બની તમાશો જુએ છે.

X
Nadiad - નડિયાદ પાલિકાએ મહામહેનતે હટાવેલા દબાણો પુન: ધમધમ્યા
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી