તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કારે આગળ જતાં બાઇકને ટક્કર મારતાં એકનું મોત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખેડા - અમદાવાદ હાઇવે ઉપર કાર અને બાઇક વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં બાઇક ચાલકનું ઘટનાસ્થળ ઉપર જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક વ્યક્તિને ઇજા થઇ હતી. આ મામલે ખેડા ટાઉન પોલીસે અકસ્માત સર્જનાર કારના ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી મામલાની વધુ તપાસ હાથ ધરી છે.

ખેડા નજીક કાજીપુરા ગામની સીમ પાસેથી બેફામ ગતિએ પસાર થઇ રહેલ મારૂતિ કાર નંબર જીજે-03-કે.સી.-6202 ના ચાલકે આગળ જઇ રહેલ બાઇક નંબર જીજે-07-સી.એચ.-2919 ને પાછળથી ટક્કર મારતાં બાઇક ચાલક જયંતિભાઇ છોટાભાઇ ઠાકોર (ઉ.વ.50) (રહે.કાજીપુરા) માર્ગ પર ફંગોળાતા તેમને માથાના અને શરીરના ભાગે ગંભીર ઇજા થતાં તેમનું ઘટનાસ્થળ ઉપર જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે સાથેના કુમારભાઇને ઇજા થતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ મામલે ખેડા ટાઉ પોલીસે નયનકુમાર રાયસીંગભાઇ ઠાકોર (રહે.કાજીપુરા) ની ફરિયાદના આધારે અકસ્માત સર્જનાર કારના ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી મામલાની વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...