તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Nadiad
  • સલુણ પ્રાથમિક શાળામાં ‘શાળા સલામતી સપ્તાહ’ની ઉજવણી કરાઇ

સલુણ પ્રાથમિક શાળામાં ‘શાળા સલામતી સપ્તાહ’ની ઉજવણી કરાઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નડિયાદ ¿ શાળા સલામતી સપ્તાહ અંતર્ગત પ્રાથમિક શાળા, વૈદનો કૂવો (સલુણ) ખાતે બાળકોને જાગૃત કરવામાં આવ્યા હતાં. શાળાના આચાર્ય સંજય વાઘેલાએ બાળકોને શાળા આપત્તિ, જોખમ અને અસુરક્ષિતતાની સમજ પુરી પાડી હતી. પૂર અને વાવાઝોડા જેવી આપત્તિઓ અને પ્રતિભાવ અંગે જાણકારી આપી હતી. શાળા કક્ષાએ ઉપલબ્ધ સાહિત્યની મદદથી આપત્તિ સામે સ્વ-રક્ષણની માહિતી આપી હતી. આગ, ભૂકંપ અને માર્ગ અકસ્માત અંગે જાગૃત્તિ કેળવવા માહિતગાર કર્યા. આપત્તિ સમયે શાળા ખાલી કરવા માટે મોકડ્રીલ યોજી અગ્નિશામકની ઉપયોગીતાનું નિદર્શન કરી બતાવ્યું.

અન્ય સમાચારો પણ છે...