તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડભાણ નજીક અકસ્માતમાં 1 નું મોત : 1 ને ઇજા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નડિયાદ | નડિયાદ નજીક ડભાણ પાસે મંગળવારે સવારે પૂરપાટ ઝડપે પસાર થઇ રહેલ ગાડીના ચાલકે બાઇકને અડફેટે લેતાં ચાલક વિનોદભાઇ રમણભાઇ પટેલ (ઉ.વ.52) ને માથાના અને શરીરના ભાગે ગંભીર ઇજા થતાં તેમનું ઘટનાસ્થળ ઉપર જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે જોડેના જ્યોત્સનાબેન વત્સલભાઇ રાવલ (ઉ.વ.45) ને ઇજા થતાં તેમને સારવાર અર્થે નડિયાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ મામલે નડિયાદ રૂરલ પોલીસે અકસ્માત સર્જી કાર મૂકી, ફરાર થઇ ગયેલ વેગનઆર ગાડીના ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી મામલાની વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...