તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નડિયાદમાં ડાયાલીસીસ માટે સેન્ટર ઊભું કરાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નડિયાદ કિડની હોસ્પિટલને ડાયાલીસીસ આઉટ કમ્સ ઇન્સિટોટીવ રિસર્ચ પ્રોજેક્ટ અંતર્ગત રૂ. 25 લાખ દાન સ્વરૂપે અર્પણ કરાયા છે. આ રિસર્ચ માટે દેશભરના વિવિધ સેન્ટરોમાં લગભગ 500 દર્દીઓને પાંચ વર્ષ સુધી વિશેષ દેખરેખ હેઠળ રખાશે.

દેવાંગભાઇ પટેલ ઇપ્કોવાળા પરિવાર તરફથી નારાયણદાસજી સંતરામ મહારાજના નામે ડાયાલીસીસ ઇન્સ્ટોટીવ રીસર્ચ પ્રોજેક્ટ શરૂ કરાશે છે. સંતરામ મંદિરના ગણેશદાસજી મહારાજ, હરિદાસજી મહારાજ, નિર્ગુણદાસજી મહારાજ, સત્યદાસજી મહારાજ તથા કિડનીના સ્પેશ્યાલિસ્ટો હાજર રહ્યા હતા. ડાયાલીસીસ સેન્ટર શરૂ કરાતાં નડિયાદ ઉપરાંત ખેડા અને આણંદ જિલ્લાના દર્દીઓને વધુ સારી સારવાર મળી શકશે.

અન્ય સમાચારો પણ છે...