તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Nadiad
  • Nadiad ભરણપોષણ કેસમાં સજા પામેલા 8 કેદી બિલોદરા જેલમાંથી મુક્ત

ભરણપોષણ કેસમાં સજા પામેલા 8 કેદી બિલોદરા જેલમાંથી મુક્ત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નડિયાદ જિલ્લા જેલમાંથી ગાંધીજીની 150 જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે ભરણપોષણ માટે સજા કાપી રહેલા 8 કેદીઓને મુક્ત કરવામાં આવ્યા હતા. મુક્ત થયેલા કેદીઓને લેવા જેલમાં આવી પહોંચેલા સ્વજનો ગદ્દગદ્દ થઇ ગયા હતા.

નડિયાદ જિલ્લા જેલ બિલોદરા ખાતેથી ભરણપોષણની સજા કાપી રહેલ 8 કેદીઓને મુક્ત કરવામાં આવ્યા હતા. 2 જી ઓક્ટોબરે ગાંધીજીની 150 મી જન્મજયંતિ નિમિત્તે રાજ્ય સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હતો. હવે આગામી એપ્રિલ 2019 માં અને ત્યારબાદ ફરી ઓક્ટોબર 2019 માં અન્ય કેદીઓને મુક્ત કરવામાં આવશે. શુક્રવારે બિલોદરા જેલમાંથી મુક્ત થયેલા કેદીઓને લેવા આવેલા સ્વજનો આ ખાસ ક્ષણે ગળગળા થઇ ગયા હતા. મોઢું મીઠુ કરાવીને સ્વજનની મુક્તિની ઉજવણી કરવામાં આવી હતી.

ગાંધી જયંતિ નિમિત્તે સરકારે કેદીઓને મુક્ત કરવાનો નિર્ણય લીધો હતો
ગાંધીજીની 150 મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે કેદીઓને છોડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં શુક્રવારે 8 કેદીઓને મુક્ત કરવામાં આવ્યા હતા. જોકે અન્ય એક કેદી કે જેને છોડવાનો હતો, તેની સજા પૂર્ણ થઇ હોઇ તેને ગુરૂવારે છોડી મૂકવામાં આવ્યો હતો. હવે આગામી એપ્રિલ માસમાં અને ત્યારબાદ ફરી ઓક્ટોબર માસમાં કેદીઓને મુક્ત કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...