જિલ્લામાં બંધને મિશ્ર, નડિયાદમાં નબળો પ્રતિસાદ

Nadiad - જિલ્લામાં બંધને મિશ્ર, નડિયાદમાં નબળો પ્રતિસાદ
Nadiad - જિલ્લામાં બંધને મિશ્ર, નડિયાદમાં નબળો પ્રતિસાદ
Nadiad - જિલ્લામાં બંધને મિશ્ર, નડિયાદમાં નબળો પ્રતિસાદ

DivyaBhaskar News Network

Sep 11, 2018, 03:15 AM IST
કેન્દ્રની કથિત નિષ્ફળતાઓના વિરોધમાં કોંગ્રેસ દ્વારા અપાયેલા બંધના એલાનને નડિયાદ સહિત ખેડા જિલ્લામાં મિશ્ર પ્રતિસાદ સાંપડ્યો હતો. નડિયાદ શહેરમાં નજીવો પ્રતિસાદ સાંપડ્યો હતો તો જિલ્લાના અન્ય મથકોમાં ક્યાંક બંધ તો ક્યાંક બજારો ચાલુ રહી હતી. કોંગ્રેસી આગેવાનો અને કાર્યકરોએ ગુલાબનું ફૂલ આપી બજારોમાં ફરીને વેપાર-ધંધા બંધ રાખવા અપીલ કરી હતી. ડાકોર, સેવાલિયા, કઠલાલ, કપડવંજ, મહેમદાવાદ, ખેડા, માતર સહિત જિલ્લાના અન્ય વિસ્તારોમાં કોંગ્રેસી કાર્યકરોએ બજારોમાં ફરી બંધ પાળવા અપીલ કરી હતી.

નડિયાદ શહેર કોંગ્રેસના પ્રમુખ ચિરાગ બ્રહ્મભટ્ટ તથા કાઉન્સીલર ઐયુબખાન પઠાણ સહિત અન્ય કાર્યકરોએ વિવિધ બજારોમાં ગુ઼લાબના ફૂલ આપી બંધ પાળવા અપીલ કરી હતી. સંતરામ સર્કલ અનુસંધાન પાના નં.3

કોંગી કાર્યકરો સવારથી જ નીકળી પડ્યા, મોટાભાગના વેપારીઓએ દુકાનો ખુલ્લી રાખી

નડિયાદ સંતરામ સર્કલ પાસેથી બંધ કરાવવા નીકળેલા 15થી વધુ કાર્યકરોની અટકાયત કરાઇ હતી. જ્યારે એસપી યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓએ પુતળાદહન કર્યું હતું.

કેટલાક શહેરોમાં કાર્યકરોની અટકાયત કરી છોડી દેવાયા : જનજીવન રાબેતા મુજબ રહ્યું

ડાકોર, સેવાલિયા, કઠલાલ, મહેમદાવાદ, ખેડા, કપડવંજ, માતરમાં બજારો આશિંક બંધ રહ્યાં

આણંદ શહેરમાં નબળો : આંકલાવ, તારાપુરમાં બંધ,અન્ય મિશ્ર પ્રતિસાદ

આણંદ | ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમીત ચાવડાના ગઢ આણંદ જિલ્લો ગણાય છે.કોંગ્રેસ આપેલ મોંધાવારી વિરોધના બંધ એલાનમાં પ્રદેશ પ્રમુખના ગઢમાં મિશ્રપ્રતિસાદ મળ્યો છે.આમ પ્રજાએ કોંગ્રેસ બંધ દેખાવ પુરતા બંધ એલાનને જાકારો આપ્યો હતો.આણંદ શહેરમાં વહેલી સવારથી બજારો અનેશાળા-કોલેજો રાબેતા મુજબ શરૂ થઇ ગઇ હતી.દેશ વ્યાપી બંધની કોઇ અસર આણંદ શહેરમાં જાણાઇ ન હતી. જયારે જિલ્લાના પેટલાદ,ઉમરેઠ, સોજીત્રા, બોરસદમાં બંધના એલાનની નહીંવત અસર જોવા મળી હતી.જિલ્લામાં માત્ર આંકલાવ અને તારાપુરે સજજડ બંધ પાડીને કોંગ્રેસ બંધના અનુસંધાન પાના નં.3

મોંઘવારીનો વિરોધ

X
Nadiad - જિલ્લામાં બંધને મિશ્ર, નડિયાદમાં નબળો પ્રતિસાદ
Nadiad - જિલ્લામાં બંધને મિશ્ર, નડિયાદમાં નબળો પ્રતિસાદ
Nadiad - જિલ્લામાં બંધને મિશ્ર, નડિયાદમાં નબળો પ્રતિસાદ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી