તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તંત્ર સમસ્યા જુએ છે, પણ તેને હલ કરવાનો સમય નથી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નડિયાદ | નડિયાદ નજીક આવેલા અલિન્દ્રા પાસે ડાકોર જવાના હાઇવે માર્ગ પર છેલ્લા ઘણાં સમયથી રસ્તા પર જોખમી ગાબડું પડ્યું છે. અત્યાર સુધી અનેક વાહનો રોડ પરના ખાડામાં પટકાયા છે. જોકે, આ તો માત્ર એક નમૂનો છે. બાકી આ માર્ગ પર અનેક જગ્યાએ ખાડા પડી ગયા છે. આવા બિસ્માર રસ્તાઓના કારણે અત્યાર સુધી અકસ્માતો પણ થયા છે. અગાઉ માત્ર દેખાડો કરવા ખાતર આ ખાડો પૂરવામાં આવ્યો હતો. પણ હરામના ઝાડને મુસીબતના ફળ આવે એ ઉક્તિને સાર્થક કરતા કામમાં વેઠ ઉતારી હોવાથી માત્ર બે જ અઠવાડિયામાં આ ગાબડું યથાવત્ સ્થિતિમાં આવી ગયું હતું. છતાં હજુ માર્ગ અને મકાન (સ્ટેટ) વિભાગને પોતાની જવાબદારી નથી સમજાતી !

અન્ય સમાચારો પણ છે...