વડતાલમાં દરોડો : 4 જુગારી ઝડપાયા

4 મોબાઇલ ફોન મળી 10 હજારનો મુદ્દામાલ જપ્ત કરાયો

DivyaBhaskar News Network | Updated - Sep 11, 2018, 03:15 AM
Nadiad - વડતાલમાં દરોડો : 4 જુગારી ઝડપાયા
ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે બાતમીના આધારે કરેલા દરોડામાં વડતાલ ખાતે જુગાર રમી રહેલા 4 જુગારીઓને ઝડપી પાડી, તમામ વિરૂધ્ધ ચકલાસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી, વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે નડિયાદ નજીક વડતાલના ખાડિયા વિસ્તારમાં આવેલ ખેતરમાં દરોડો કરી ત્યા જુગાર રમી રહેલા ભીખાભાઇ મણીભાઇ પરમાર (ઉ.વ.66)યુસુફશા ઇબ્રાહીમશા દિવાન, અશોક ડાહ્યાભાઇ પરમાર તથા જલાભાઇ સાગરભાઇ પરમારને રોકડા રૂ. 7520, રૂ.2000 ની કિંમતના 4 મોબાઇલ ફોન મળી કુલ રૂ.9520 નો મુદ્દામાલ કબજે લઇ મામલાની વધુ તપાસ હાથ ધરી છે.

X
Nadiad - વડતાલમાં દરોડો : 4 જુગારી ઝડપાયા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App