સંસ્કૃતથી ગ્રંથોના મૂળમાં જઇ શકાય છે : શિક્ષણ મંત્રી

નડિયાદમાં સંસ્કૃત સંમેલન યોજાયું

DivyaBhaskar News Network | Updated - Sep 11, 2018, 03:15 AM
Nadiad - સંસ્કૃતથી ગ્રંથોના મૂળમાં જઇ શકાય છે : શિક્ષણ મંત્રી
‘સંસ્કૃત ભાષાના પ્રચાર અને પ્રસારનું કાર્ય કરતી સંસ્કૃત ભારતી સંસ્થા ભારતના જુદા જુદા રાજ્યમાં સંસ્કૃત ભાષા જન ભાષા બને તે માટે વિવિધ કાર્યક્રમો ચલાવે છે. પ્રજામાં જાગૃતિ આવે તે માટે દરેક જિલ્લામાં સંસ્કૃત સંમેલનનું આયોજન કરાયું છે.’ તેમ શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ નડિયાદના સંસ્કૃત સંમેલનમાં જણાવ્યું હતું.

રાજ્યમાં સંસ્કૃત ભાષાના વિકાસ માટે સંસ્કૃત વિકાસ બોર્ડની રચના કરાઈ છે. આવનારા સમયમાં સંસ્કૃતના પ્રચાર પ્રસારને વેગ આપવાની મહત્વની કામગીરી કરશે. સંસ્કૃત ભાષા પ્રત્યે આદર વધે અને સરળતાથી વિદ્યાર્થીઓ સંસ્કૃત બોલતા વાંચતા અને લખતા શીખે તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. આપણા તમામ આધારભૂત ગ્રંથો મુળભુત રીતે સંસ્કૃતમાં છે. પુરાણકાળથી અને ગાંધીજી - ચાણક્યના સમયથી જ સમાજના દરેક આર્થિક, સામાજિક, વ્યક્તિગત કે રાજકીય પ્રશ્નોનો ઉકેલ સંસ્કૃત ભાષામાં ખૂબ જ સારી રીતે વર્ષોથી પહેલાથી આપેલો છે.

આ પ્રસંગે પદ્મશ્રી ડાહ્યાભાઈ શાસ્ત્રી, સાંસદ દેવુસિંહ ચૌહાણ, સંસ્કૃત ભારતી ગુજરાત એકેડેમીના નિરૂલ્લાજી, પૂર્વ કેન્દ્રીય મંત્રી દિનશા પટેલ, સ્વામી મુદિતવંદનાનંદજી, સ્વામી રસીકબિહારી સ્વામી વિગેરે હાજર રહ્યાં હતાં.

X
Nadiad - સંસ્કૃતથી ગ્રંથોના મૂળમાં જઇ શકાય છે : શિક્ષણ મંત્રી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App