તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફાગવેલના વ્હેરામાં તણાઇ જતાં યુવકનું મોત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કઠલાલ નજીક વ્હેરામાં તણાઇ જવાથી એક યુવકનું મોત નીપજતાં આ મામલે કઠલાલ પોલીસ દ્વારા ગુનો નોંધી મામલાની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

કઠલાલના ફાગવેલ ખાતે રહેતા શૈલેષભાઇ રાઠોડ (ઉ.વ.24) પોતાના ખેતરેથી ઘાસચારો લઇને ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે માર્ગમાં આવતા વ્હેરામાંથી પસાર થતાં પાણીનું વ્હેણ વધુ હોઇ તેઓ તણાવા લાગ્યા હતા. જોકે તેમને કોઇ મદદ મળે તે પહેલા જ તેઓ પાણીમાં તણાઇ ગયા હતા. શનિવારે તેમનો મૃતદેહ મળી આવતાં કઠલાલ પોલીસ દ્વારા તે મામલે તપાસ હાથ ધરવામાં આવી છે. આ વાત પંથકમાં વાયુવેગે પસરી જતાં ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...