તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નડિયાદના બિડજમાં જુગાર રમતાં 6 ઝડપાયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખેડા ટાઉન પોલીસે બાતમીના આધારે બિડજ ગામમાં કરેલા દરોડામાં 6 શખ્સો જાહેરમાં જુગાર રમતાં ઝડપાયા હતા. જેઓની પાસેથી કુલ મળી રૂ. 9,190નો મુદા્માલ કબ્જે લેવાયો છે.

બિડજ ગામે આવેલ ઠાકોરવાસમાં કેટલાક ઇસમો જાહેરમાં જુગાર રમી રહ્યા હોવાની બાતમીના આધારે ખેડા ટાઉન પોલીસની ટીમ દરોડો કરી જગદીશ ઉર્ફે જગા રામાભાઇ ઠાકોર, નિકુલ ભગવાનભાઇ દરબાર, રાજુ ખોડાભાઇ મકવાણા, દશરથ મનુભાઇ પરમાર, સંજય રામજીભાઇ ઠાકોર તથા વિશાલ કનુભાઇ દરબાર (તમામ રહે.બિડજ,તા.ખેડા)ને ઝડપી પાડ્યા હતા. પોલીસે દાવ ઉપરથી રોકડા રૂ.180 તથા અંગજડતીમાંથી રોકડા રૂ.9010 મળી કુલ રૂ.9190 નો મુદ્દામાલ કબજે લઇ મામલાની વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...