Divya Bhaskar

Home » Madhya Gujarat » Latest News » Nadiad » Nadiad - તસવીરોમાં સમાઇ માતાપિતાની કલ્પના જય જેવા વરુઓથી છેટા રહેવા અનુરોધ

તસવીરોમાં સમાઇ માતાપિતાની કલ્પના જય જેવા વરુઓથી છેટા રહેવા અનુરોધ

Divyabhaskar.com | Updated - Sep 11, 2018, 03:12 AM

ગત 11મી 2017માં નડિયાદમાં ફ્લેટ પરથી પડતા મૃત્યુ પામી હતી હેવાનિયતનો ભોગ બનેલી કલ્પના રોહિતના પિતાનો વલોપાત...

  • Nadiad - તસવીરોમાં સમાઇ માતાપિતાની કલ્પના જય જેવા વરુઓથી છેટા રહેવા અનુરોધ
    નડિયાદ શહેરના વી.કે.વી રોડ ઉપર આવેલા કર્મવીર સામ્રાજ્યના 9 મા માળે આવેલા ફ્લેટમાંથી પડતું મુકવાથી કલ્પના રોહિતનું મોત નીપજ્યું હતું. આ ઘટનાને 11 સપ્ટેમ્બરે એક વર્ષ પૂર્ણ થયું છે ત્યારે તેના પિતાએ એક પત્ર જાહેર કરી મનોવ્યથા ઠાલવી હતી અને દીકરીને મોત માટે મજબૂર કરનાર જય પંચાલ જેવા હેવાનોથી દૂર રહેવા નિર્દોષ દીકરીઓને હ્રદયદ્વાવી અપીલ કરી હતી. જય હાલ જેલમાં છે.

    ગાંધીનગર ખાતે રહેતા પ્રવિણભાઇ રોહિતની દીકરી કલ્પના નડિયાદ શહેરમાં આવેલી દિનશા પટેલ બીએસસી નર્સિંગ કોલેજમાં રહી અભ્ચાસ કરતી હતી અને કુંદનબેન દિનશા પટેલ ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી હતી. તા.11મી સપ્ટેમ્બર, 2017ના રોજ કલ્પના કર્મવીર સામ્રાજ્ય ફ્લેટમાં નવમા માળેથી પડતાં, મૃત હાલતમાં મળી આવી હતી. આ મામલે ટાઉન પોલીસ દ્વારા તપાસના અંતે છેલબટાઉ જય પંચાલની ધરપકડ કરાઇ હતી. હાલમાં આ કેસ રોજેરોજ ચાલે છે. પુત્રીની પ્રથમ પૂણ્યતિથિ નિમિત્તે લખેલા ચાર પાનાના ..અનુસંધાન 3 પર

    કલ્પનાની સાથે ભણતી દીકરીઓ સેટલ થઇ અને હું પુત્રીને ન્યાય અપાવવા લડી રહ્યો છું

    કલ્પનાની સાથે ભણતી તેની સહાધ્યાયીઓ હાલમાં નોકરીએ લાગી 25થી 30 હજાર કમાઇ પોતાના પરિવારને આર્થિક ટેકો આપી રહી છે. જ્યારે હું મારી પુત્રીને ન્યાય મળે તે માટે લડત લડી રહ્યો છું. કોલેજ લાઇફ ખૂબ સંવેદનશીલ હોય છે તેમાં ખાસ ધ્યાન રાખવું જોઇએ. પ્રવિણભાઇ રોહિત

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

Trending