નડિયાદ | શ્રાવણ માસના અંતિમ દિવસે નડિયાદ સ્થિત બ્રહ્મર્ષિ સંસ્કાર ધામમાં નર્મદેશ્વર મહાદેવમાં દાદાના મહાકાલેશ્વરના રૂપમાં શણગાર કરવામાં આવ્યા હતા. અમાસ નિમિત્તે મંદિરમાં વિશેષ પૂજન તથા ભજન સંધ્યા સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે ઋષિકુમારોએ ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લીધો હતો.