ખેડામાં ડિટેઇન કરાયેલી બસને 78 હજારનો દંડ

Nadiad - ખેડામાં ડિટેઇન કરાયેલી બસને 78 હજારનો દંડ

DivyaBhaskar News Network

Sep 11, 2018, 03:12 AM IST
રધવાણજ ટોલ નાકા પાસેથી આરટીઓએ ડિટેઇન કરેલ બે લક્ઝરી બસને રૂ. 78 હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો. બંને બસના ચાલકો - સંચાલકો દ્વારા નિયમોનું ઉલ્લંઘન કરાયું હતું.

રધવાણજ ટોલ નાકા પાસેથી ખેડા જિલ્લા આર.ટી.ઓ. ની ટીમે બે લક્ઝરી બસ ડિટેઇન કરી હતી. જેમાંથી એક બસ પાસિંગ વગરની હોઇ તેને ડિટેઇન કરવામાં આવી હતી. જ્યારે બીજી બસ નંબર જીજે-04-યુ-4578 માં 30 મુસાફરોની સામે 60 મુસાફર ભરવામાં આવ્યા હતા. આ બંને બસના ચાલક - સંચાલક સામે બસના મળી કુલ રૂ. 78,000 નો દંડ ફટકારવામાં આવ્યો હતો.

X
Nadiad - ખેડામાં ડિટેઇન કરાયેલી બસને 78 હજારનો દંડ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી