નડિયાદમાં 15000 કિલો બરફથી અમરનાથની ઝાંખીના દર્શન

Nadiad - નડિયાદમાં 15000 કિલો બરફથી અમરનાથની ઝાંખીના દર્શન

DivyaBhaskar News Network

Sep 11, 2018, 03:12 AM IST
નડિયાદ શહેરમાં આવેલ મહાદેવ મંદિરમાં શ્રાવણી અમાસના પાવન પર્વે રવિવારે 15000 કિલો બરફમાંથી અમરનાથની ઝાંખી તૈયાર કરવામાં આવી છે, જેના દર્શનાર્થે મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ ઉમટી પડ્યા હતા.

નડિયાદ શહેરમાં ગણપતિ મહોલ્લામાં 1200 વર્ષ જૂનું પૌરાણિક શિવ મંદિર આવેલું છે. રાજા સિધ્ધરાજ જયસિંહના માતા રાજમાતા મિનલદેવીએ આ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. અહીં સિધ્ધનાથ મહાદેવ અને કુબેર ભંડારી મહાદેવ બિરાજમાન છે. શિવ મંદિરની સંચરના એ પ્રકારની છે કે બહારથી મસ્જીદનાં મિનારા જેવું દેખાય અને અંદર મહાદેવનું ગર્ભગૃહ. મુસ્લિમ આક્રમણકારોથી મંદિરને બચાવવા માટે જે તે સમયે આવી અદ્દભુત સંરચના સાથે તેનું નિર્માણ કરવામાં આવ્યું હતું. ગણપતિ મહોલ્લા યુવક મંડળ દ્વારા છેલ્લા 25 વર્ષોથી શ્રાવણ માસની અમાસના દિવસે સિધ્ધનાથ મહાદેવમાં મહાદેવજીની ઘી ની મૂર્તિ બનાવવામાં આવે છે, અંદાજે 30 કિલો ઘી માંથી તૈયાર થતાં આ શિવસ્વરૂપના દર્શનાર્થે મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ ઉમટી પડે છે. આ ઉપરાંત ભક્તોને અમરનાથધામની દિવ્ય અને અલૌકિક અનુભૂતિ કરાવવા માટે મંદિરમાં 15000 કિલો બરફ પાથરીને અમરનાથની ઝાંખી પણ તૈયાર કરવામાં આવે છે. અહીં શિવ મંદિર ઉપરાંત વર્ષો જૂનું સ્વયંભુ આશાપુરી ગણપતિનું મંદિર, શિતળા માતાનું મંદિર તથા બળિયાદેવનું મંદિર પણ આવેલું છે.

X
Nadiad - નડિયાદમાં 15000 કિલો બરફથી અમરનાથની ઝાંખીના દર્શન
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી