નડિયાદ પાલિકાના સહયોગથી HDFC બેન્કે પેમેન્ટ ગેટવે સ્થાપી

Nadiad - નડિયાદ પાલિકાના સહયોગથી HDFC બેન્કે પેમેન્ટ ગેટવે સ્થાપી

DivyaBhaskar News Network

Sep 12, 2018, 03:11 AM IST
નડિયાદ નગરપાલિકા સાથે મળીને એચડીએફસી બેન્કે શહેરનાં નાગરિકો માટે ઓનલાઈન પેમેન્ટ ગેટવેની સ્થાપના કરી છે. નડિયાદનાં નિવાસીઓ ગમે તે સ્થળેથી તેમના ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ કે નેટબેન્કીંગ સુવિધા મારફતે પ્રોપર્ટી ટેક્સની ચુકવણી ઝડપી અને સુગમતાથી કરી શકશે.

હાલમાં નડિયાદનાં નિવાસીઓ તેમના પ્રોપર્ટી ટેક્સની ચુકવણી ભૌતિક સ્વરૂપે નગરપાલિકાની ઓફિસે ડિમાન્ડ ડ્રાફ્ટ, ચેક અથવા કેશ મારફતે કરતાં હોય છે. જે ખાસ્સો એવો સમય લઈ લેતી પ્રક્રિયા છે. આ અજોડ પગલાંથી સમય બચી જશે અને લાઈનમાં ઉભા રહેવાની ઝંઝટમાંથી છૂટકારો મળશે. તેનાથી શહેરની બહાર વસતાં લોકોને પણ સરળતા રહેશે. નડિયાદ નગરપાલિકાની વેબસાઈટ પર ક્લીક કરવાથી પ્રોપર્ટી ટેક્સની ચુકવણી થઈ શકશે. નડિયાદ નગરપાલિકાનાં ચીફ ઓફિસર શ્રી એસ કે. ગરવાલનાં જણાવ્યા અનુસાર, ‘અમને એચડીએફસી બેન્ક સાથે ભાગીદારી કરતાં આનંદ થાય છે. અમે ડિજીટલ પેમેન્ટ સોલ્યુશન્સ દ્વારા ટેક્સ કલેકશન કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.

X
Nadiad - નડિયાદ પાલિકાના સહયોગથી HDFC બેન્કે પેમેન્ટ ગેટવે સ્થાપી
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી