તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડ્રેનેજ લાઇનનું અધૂરું કામ પુન: શરૂ કરાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નડિયાદ શહેરના પીજ રોડ પર ડ્રેનેજ લાઇનનું અધૂરૂ કામ પુન: શરૂ કરવામાં આવનાર હોવાથી આ માર્ગ વાહનવ્યવહાર માટે પ્રતિબંધિત કરાયો છે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ રમેશ મેરજા દ્વારા તા. 21/11/2018 સુધી આ માર્ગ વાહન વ્યવહાર માટે પ્રતિબંધિત કરાયો છે. નવરાત્રિના તેમજ દિવાળી જેવા તહેવારો આવતા હોવાથી નાગરિકોને પારાવાર હાલાકીનો સામનો કરવો પડશે.

શહેરના પશ્ચિમ વિસ્તારમાં શ્રેયસ નાળાથી પીજ ચોકડી સુધીનો રસ્તો હાર્દ સમાન છે. જ્યાં કલેક્ટર, નાયબ કલેક્ટર, ડીએફઓ જેવા અધિકારીઓના રહેઠાણ છે, ઉપરાંત ઇન્કમટેક્ષ તથા એલઆઇસીની ઓફિસો આવેલી છે. તેથી અવરજવરનો આ મુખ્ય માર્ગ છે. જ્યાં પ્રતિબંધના કારણે તહેવારોના દિવસોમાં નાગરિકોને હાલાકીનો સામનો કરવો પડશે. તંત્ર દ્વારા કરાયેલ જાહેરાત મુજબ શ્રેયસ નાળાની આગળ ઇલાજ મેડિકલ સ્ટોર થઇ વલ્લભનગર મહાદેવ થઇ વિશ્વકર્મા વાડી તરફનો, રામદેવપીર મંદિર તથા ગીતાંજલિ ત્રણ રસ્તા વગેરે મહત્વના રસ્તાઓ આવેલા છે.

વૈકલ્પિક રસ્તાની માત્ર વાતો
શ્રેયસ નાળાથી પીજ ચોકડી સુધીના માર્ગ વાહન વ્યવહાર માટે પ્રતિબંધિત કરી તેના બદલે વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવા તંત્ર દ્વારા કાગળ પર જાહેરાત કરી છે. પરંતુ વૈકલ્પિક રસ્તા ક્યા ? તેની કોઇ સત્તાવાર જાહેરાત હજુ સુધી પાલિકા કે અન્ય કોઇ તંત્ર કરાઇ નથી.

અન્ય સમાચારો પણ છે...