તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Nadiad
  • Nadiad કલોલીમાં વીજ જોડાણ કાપવા ગયેલા કર્મીને મારી નાખવાની ધમકી

કલોલીમાં વીજ જોડાણ કાપવા ગયેલા કર્મીને મારી નાખવાની ધમકી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખેડા નજીક કલોલી ગામે વિજ જોડાણ કાપવા ગયેલ બે કર્મચારીઓને જાનથી મારી નાખવાની ધમકી આપનાર બે શખ્સો વિરૂધ્ધ ખેડા ટાઉન પોલીસે ગુનો નોંધી મામલાની વધુ તપાસ હાથ ધરી છે. કલોલી ખાતે નરસિંહભાઇ ધુળાભાઇ પરમારનું રૂ. 54163.93 નું વિજ બિલ બાકી હોઇ તા. 24-9-18ના રોજ જોડાણ કાપવા ગયેલ વિજ વિભાગના અશ્વિનભાઇ પંચાલ, જતીનભાઇ પટેલ તથા મહેશભાઇ પરમારને વિજ જોડાણ કાપતાં અટકાવી જાનથી મારી નાખવાની ધમકી આપી, જો જોડાણ કાપશો તો થાંભલા ઉપર ચઢી સહપરિવાર આત્મવિલોપનની ચીમકી આપનાર નટુ પરમાર તથા ભૂપેન્દ્ર પરમાર વિરૂધ્ધ મયુર હર્ષદભાઇ પરીખ (નાયબ ઇજનેર, બારેજા પેટા વિભાગીય કચેરી)એ ખેડા ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે મામલાની વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...