• Gujarati News
  • Local
  • Gujarat
  • Nadiad
  • નડિયાદ શહેર અને આસપાસ વિસ્તારમાં ખેડૂતો પાસેથી જમીન ખરીદવા

નડિયાદ શહેર અને આસપાસ વિસ્તારમાં ખેડૂતો પાસેથી જમીન ખરીદવા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નડિયાદ શહેર અને આસપાસ વિસ્તારમાં ખેડૂતો પાસેથી જમીન ખરીદવા માટે મોટા માથાંઓ બોગસ દસ્તાવેજો આધારે ખેડૂતો બની ગયાં છે. જે સંદર્ભે હાલ કલેક્ટર, જમીન સુધારણા સહિત વિવિધ વિભાગોમાં કેસો ચાલી રહ્યાં છે. જોકે, તેઓ બોગસ ખેડૂત સાબિત ન થાય તે માટે દોડધામ કરી રહ્યાં છે. જેને લઇને આ મુદ્દો હાલ ટોક ઓફ ધી ટાઉન બન્યો છે.

નડિયાદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સહિત અનેક મોટાં માથાઓએ ખેડૂતો પાસેથી સસ્તામાં જમીન ખરીદી છે. આ જમીન હાલ તેઓ દસ ગણી કિંમત થઇ ગઈ છે. જોકે, તેમના બે નંબરના નાણાં સગેવગે કરવા ખરીદાયેલી આ જમીન પ્રકરણમાં નવા ફુણગાં ફૂટ્યાં છે. શહેરના મોટાં માથાઓએ ખરીદેલી જમીનમાં તેઓએ ખેડૂત તરીકે દર્શાવ્યાં છે. જે સંદર્ભે છેક કલેક્ટર સુધી ફરિયાદ થતાં પ્રકરણો ખુલ્યાં છે. જેની તપાસ વિવિધ તબક્કે જમીન સુધારણા, પ્રાંત અધિકારી, મામલતદાર સહિતના વિભાગોમાં થઇ રહી છે. આગામી દિવસોમાં આ મોટાં માથાના નામ બોગસ ખેડૂત તરીકે બહાર આવશે.

અન્ય સમાચારો પણ છે...