તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખેડામાં પરીણિતાએ ઝેરી દવા પી લેતાં મોત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખેડા તાલુકાના વાવડી ગામે રહેતી એક પરણિતા મગજની બિમારીથી પિડાતી હોઇ, શુક્રવારે તેણે ભૂલમાં ઝેરી દવા પી લેતાં તેનું મોત નીપજ્યું હતું. આ મામલે ખેડા ટાઉન પોલીસે તપાસ હાથ ધરી છે.

વાવડી ગામે રહેતા કૈલાસબેન રાજેન્દ્રભાઇ મકવાણા (ઉ.વ.30) છેલ્લા થોડા સમયથી માનસિક બિમારીથી પિડાતા હતા. શુક્રવારે તેઓએ ડાંગરમાં નાખવાની ઝેરી દવા પી લેતાં પરિવારજનો તેમને સારવાર અર્થે ખેડા સિવિલ હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. આ મામલે ખેડા ટાઉન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...