તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Nadiad
  • Nadiad 12 લાખના દાગીના લૂંટ કેસમાં પોલીસે 8 ટીમ બનાવી છતાં કોઇ પગેરૂં ન મળ્યું

12 લાખના દાગીના લૂંટ કેસમાં પોલીસે 8 ટીમ બનાવી છતાં કોઇ પગેરૂં ન મળ્યું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નડિયાદ શહેરમાં નાના કુંભનાથ રોડ પર ઘરઆંગણેથી થયેલ ચકચારી લૂંટ પ્રકરણમાં નડિયાદ ટાઉન પોલીસે મુખ્ય તપાસનો દોર સંભાળ્યો છે. જોકે, આ ઘટનાને 24 કલાક ઉપર વીતી જવા છતાં હજુ સુધી પોલીસને કોઇ કડી મળી ન મળતા તે દિશાશૂન્ય રહી છે. અલબત્ત, આ મિલ્કતને લગતો ગંભીર પ્રકારનો ગુનો હોઇ એલસીબી અને એસઓજીની મદદ પણ લેવામાં આવી છે. જેમાં 8 જેટલી ટીમો બનાવી તપાસના શરૂ કરાયેલા દોરમાં એક્સીસ બેંકથી લઇ ભોગ બનનાર મહિલાની સોસાયટીના ઘર સુધી તમામ અેંગલથી તપાસ કરાય રહી છે.

ખેડા જિલ્લા પોલીસ દ્વારા આવી જ મોડ્સ ઓપરેન્ડીથી ગુનાને અંજામ આપનાર શકમંદોની ઘનિષ્ટ પૂછપરછ શરૂ કરવામાં આવી છે. રાજ્યના તમામ સ્થળોએ એલસીબી પોલીસને લૂંટારૂઓના ફોટા ઇમેલ કરી આવા કોઇ શખ્સો જોવા મળે તો તેમને ઝડપી લેવા જણાવાયું છે. આ ઉપરાંત જિલ્લામાં ખેડા, ડાકોર, મહેમદાવાદ સહિત ચરોતરના અન્ય સ્થળોએ પણ તપાસ શરૂ કરવામાં આવી છે.

આ અંગે ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર બી. જી. પરમારે જણાવ્યું હતું કે જરૂરી જણાતા રેકોર્ડની તપાસ કરવામાં આવી રહી છે.

અન્ય રાજ્યોમાં પણ ટીમો મોકલાશે
નડિયાદમાં મહિલાને બોથડ પદાર્થ મારી લાખો રૂપિયાના સોનાના દાગીનાની કરાયેલ લૂંટના બનાવમાં ચરોતર અને ગુજરાતમાં તો તપાસના ચક્રો ગતિમાન કરાયા છે. આ ઉપરાંત અન્ય રાજ્યોમાં પણ ટીમો મોકલીને શકમંદોની પૂછપરછ કરી લૂંટારૂઓને પકડવામાં આવશે.

ઘટના શું છે? નડિયાદમાં નાના કુંભનાથ રોડ પર આવેલ બાલાજી સોસાયટીમાં રહેતા હેમાલીબેન ભીંડે અને તેમના કાકી શનિવારે બપોરે શહેરની એક્સીસ બેંકમાં દાગીના લેવા માટે ગયા હતા. ત્યાંથી તેઓ એક્ટિવા લઇ પરત ફર્યા બાદ સોસાયટીના ઘરઆંગણે જ અજાણ્યા ઇસમોએ હુમલો કરી દાગીનાની થેલી આંચકી લૂંટ કરી પળવારમાં બાઇક લઇને ફરાર થઇ ગયા હતાં.

અન્ય સમાચારો પણ છે...