તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વણસરમાં દૂધાળા પશુઓની ચોરી : કસાઇ ટોળી સક્રિય

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માતર પંથકમાં વધતી જતી ગુનાખોરીમાં હવે રાત્રિના સમયે પશુઓની તસ્કરી કરતી ટોળકી પણ સક્રિય થઇ છે. હથિયારો સાથે ત્રાટકતી આ ટોળી પશુપાલકોએ ઘરના અડારામાં બાંધેલા દૂધાળા ઢોરની ચોરી કરી તેની કસાઇવાડે ધકેલવાનું નેટવર્ક ચાલી રહ્યું છે.માતર નજીક આવેલ વણસરગામની અજીયા સીમમાં મહેશભાઇ જીવાભાઇ ચૌહાણ રહે છે. જેઓએ તા. 27 જૂનની રાત્રિના સમયે પોતાના ઘર પાસે દૂધાળા ખીલા સાથે પશુઓ બાંધ્યા હતા. જેમાં બે ભેસ ગાભણ અને વેતરના હતા. જેની કિંમત રૂા. 85 હજાર થાય છે. બનાવ અંગે મહેશભાઇ ચૌહાણે માતર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. નોંધનીય છે કે, પંથકમાં દૂધાળા પશુઓની ચોરીના બનાવો વધતા પશુપાલકોમાં ફફડાટ ફેલાયો છે.

અન્ય સમાચારો પણ છે...