દેશભરમાં એક રાષ્ટ્ર એક કરના નેજા હેઠળ જીએસટી લાગુ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દેશભરમાં એક રાષ્ટ્ર એક કરના નેજા હેઠળ જીએસટી લાગુ કરી દીધાને એક વર્ષ થવા છતાં હજુ સુધી તેની વેબસાઇટના ધાંધિયા સહિતના પ્રશ્ન ઉકેલાયા નથી. હજુ પણ વારંવાર વેબસાઇટ બંધ હોવાની ફરિયાદો ઊઠતી રહે છે. તેમાંય શનિવારના રોજ અમદાવાદ ખાતે ઓલ ઇન્ડિયા ટેક્સ પ્રોફેસનર્સની બેઠક યોજાનારી છે. આ બેઠકમાં વિવિધ પ્રશ્નો સાથે વેબસાઇટનો મુદ્દો પણ ઉછળે તેવી શક્યતા ઉભી થઈ છે.

અમદાવાદ ખાતે 14મીના રોજ યોજાનારી બેઠકમાં સમગ્ર દેશમાંથી ટેક્સ પ્રોફેસનલ હાજરી આપશે. આ બેઠક બે દિવસ ચાલશે. જોકે, આ બેઠકના આગલા દિવસોમાં જ જીએસટીની વેબ સાઇટ ઠપ થઇ ગઈ છે. જેને કારણે વેપારીઓ અને ટેક્સ કન્સલટન્ટમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. નડિયાદમાંથી વેટ ટેક્સ પ્રેક્ટીસનલ એસોસિએશનમાંથી કંદર્પ ગજજર, આણંદમાંથી વેટ બાર એસોસિએશનમાંથી પરાગ દવે અને કમલેશ પટેલ બેઠકમાં હાજરી આપશે. જીએસટીને એક વર્ષ પૂર્ણ થયું છે. આમ છતાં હજુ સુધી અનેક સમસ્યાનો ઉકેલ આવ્યો નથી.

અન્ય સમાચારો પણ છે...