• Home
  • Madhya Gujarat
  • Latest News
  • Nadiad
  • Nadiad લોકશાહી બચાવો,ખેડૂતોના દેવા માફ કરો : કોંગ્રેસે ધરણાં યોજ્યાં

લોકશાહી બચાવો,ખેડૂતોના દેવા માફ કરો : કોંગ્રેસે ધરણાં યોજ્યાં

Nadiad - લોકશાહી બચાવો,ખેડૂતોના દેવા માફ કરો : કોંગ્રેસે ધરણાં યોજ્યાં

DivyaBhaskar News Network

Sep 08, 2018, 02:35 AM IST

રાજ્ય સરકારની ખેડૂત અને પ્રજા વિરોધી નીતી, સરમુખત્યારશાહી વલણને કારણે રાજ્યના ખેડૂતો સહિત પ્રજા ત્રાસી ગઇ છે. પ્રજા વિરોધી સરકારના નિર્ણયોથી લોકશાહીનું ખૂન થઇ રહ્યું છે. પ્રજાના મૂળભૂત અધિકારો છીનવાઇ રહ્યા છે. જેના વિરોધમાં આણંદ ટાઉન હોલ ચોકડી પાસે આણંદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા લોકશાહી બચાવો ખેડૂતોના દેવા માફ કરોની માંગ સાથે 24 કલાક ધરણાંનો કાર્યક્રમ યોજાયો હતો.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, ભાજપ સરકારે સત્તા હાંસલ કરતાં પહેલા ખેડૂતોને ઉપજના પોષણક્ષમ ભાવ દોઢ ગણા આપવાની વાત કરી હતી. તેમજ સસ્તી વીજળી અને અન્ય સુવિધા પુરી પાડવાના બણગા ફૂકયા હતા. ખેડૂતોના હિતમાં નિર્ણય લેવામાં નિષ્ફળ નીવડ્યા છે. તેની સામે અમે લડત ઉપાડી છે. વધુમાં આણંદ મત વિસ્તારના ધારાસભ્ય કાન્તીભાઈ સોઢા પરમારે જણાવ્યું હતું કે ભાજપ સરકારના રાજ્યમાં છેલ્લા 22 વર્ષથી જુઠ્ઠા વચનો આપીને સત્તા મેળવી રહી છે. પ્રતિક ધરણાં કાર્યક્રમમાં આણંદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વિનુભાઈ ઠાકોર, આણંદ જિલ્લા પંચાયતના પ્રમુખ નટવરસિંહ મહીડા, કપિલાબેન ચાવડા, અલ્પેશ પઢીયાર સહિત તાલુકા અને જિલ્લા પંચાયતના કોંગ્રેસના સભ્યો, કાઉન્સિલરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

સ્ટેજ પર રીતસરની બેસવા પડાપડી

જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ટાઉનહોલ પાસે એક દિવસના પ્રતિક ધરણાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ સમયે સ્ટેજ ઉપર ધારાસભ્યો પાસે બેસવા માટે કાર્યકરોની રીતસરની પડાપડી જોવા મળી હતી. સ્ટેજ પર જગ્યાના અભાવે કાર્યકરોને સ્ટેજ નીચે ઉભા રહેવાની ફરજ પડી હતી.

X
Nadiad - લોકશાહી બચાવો,ખેડૂતોના દેવા માફ કરો : કોંગ્રેસે ધરણાં યોજ્યાં
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી