ઇન્ડિયા લખેલી ટીશર્ટ પહેરવાનું ઝનૂન હતું : સરિતા

Nadiad - ઇન્ડિયા લખેલી ટીશર્ટ પહેરવાનું ઝનૂન હતું : સરિતા
Nadiad - ઇન્ડિયા લખેલી ટીશર્ટ પહેરવાનું ઝનૂન હતું : સરિતા

DivyaBhaskar News Network

Sep 08, 2018, 02:35 AM IST
ઇન્ડોનેશિયાના જકાર્તા ખાતે યોજાયેલી 19 મી એશિયન ગેમ્સમાં 4/400 મીટરની દોડમાં ઇન ફોર પ્લેયરમાં ભારતને સુવર્ણચંદ્રક અપાવીને સિધ્ધિ હાંસલ કરનાર સરિતા ગાયકવાડે શુક્રવારે નડિયાદમાં જ્યાં તેણે તાલિમ લીધી હતી, તે સ્પોર્ટસ કોમ્પલેક્ષની મુલાકાત લીધી હતી. મૂળ ડાંગના કરાડીઅંબા ગામની સરિતા લક્ષ્મણભાઇ ગાયકવાડે ખેલમહાકુંભથી પોતાની સફર શરૂ કરી હતી. જ્યારબાદ એક પછી એક રમતોમાં તે વિજેતા બનતી ગઇ અને છેલ્લે એશિયન ગેમ્સમાં તેણે ભારતને સુવર્ણચંદ્રક અપાવ્યું હતું. નડિયાદ સ્પોર્ટસ કોમ્પલેક્ષ ખાતે બે વર્ષ સઘન તાલિમ લીધી હતી. ટી.વી. ઉપર ખેલાડીઓને ઇન્ડિયા લખેલા ટી-શર્ટ પહેરેલા જોઇને, તેવી ટિ-શર્ટ પહેરી શકું એટલે તે મુકામ હાંસલ કરવાની ઇચ્છા હતી, અને એજ લક્ષ્ય સાથે રમતમાં તનતોડ મહેનત કરી અને આ મૂકામે પહોંચ્યાનો સંતોષ છે. ઇન્ડિયા લખેલું ટિ-શર્ટ પહેરવા મળ્યું તે સૌથી મોટું સ્વપ્ન પૂર્ણ કર્યાનો સવિશેષ આનંદ છે.

પિતાએ વખાણી | આજે પણ ઘરે આવે તો ખેતરમાં કામ કરવા જાય છે

નડિયાદ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે સરિતાનું બહુમાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દંડક પંકજભાઈ દેસાઇ, કલેક્ટર આઈ.કે. પટેલ, સાંસદ દેવુસિંહ ચૌહાણ, અધિક કલેક્ટર રમેશ મિરજા વિગેરે હાજર રહ્યાં હતાં.

આખા ઘરમાં ધમાલ મચાવતી

સ્પોર્ટસમાં આવવું જ ન હતું, પરંતુ હવે પછીનું લક્ષ્ય 2020ની સ્પર્ધા

સરિતાના મામા સુરેશભાઇ અને મોટા કાકા સુભાષભાઇએ સરિતાના બાળપણને યાદ કરતાં જણાવ્યું હતું કે, તે ખૂબ મસ્તી કરતી. કાંઇકને કાંઇક ગડમથલ કરતી રહે છે. પહેલા માતા-પિતા અને અમે તેને સમજાવતા હતા, હવે ફરક એ આવ્યો છે કે એ અમને સમજાવતી થઇ છે .

મમ્મીના હાથનું ખાવાનું ખૂબ મિસ કર્યું

સરિતાના પિતા લક્ષ્મણભાઇએ કહ્યું હતું કે, આજેપણ તે ઘરે આવે તો ખેતરમાં કામ કરે છે. પોતે આ કદની રમતવીર હોવાનું તેને અભિમાન નથી એનો સંતોષ છે.

સફળતાની આ સફરમાં શું સૌથી વધુ મિસ કર્યું ? તેમ પૂછતાં, તેણે મમ્મીના હાથની નાગલી રોટલીને મિસ કરી તથા આઇસ્ક્રીમ અને પિઝા છોડવા પડતાં તેને મિસ કરું છું તેમ જણાવ્યું હતું.

આ મુકામ ઉપર પણ પરિવાર વગર અધુરી હોવાની અનુભૂતિ થાય છે

તારા સારા ભવિષ્ય માટે રમવું પડશે કહેતા જ દોડવા લાગતી

સરિતાને તાલીમ આપનાર કોચ અજીમોનએ જણાવ્યું હતું કે, સરિતાને મેં ટ્રાયલ દરમિયાન જોઇ અન્ય ખેલાડીઓ કરતાં તે વિશેષ હોવાનું મને ત્યારે જ લાગ્યું હતું. જ્યારબાદ મેં તેને ટ્રેનિંગ માટે આવવા કહ્યું હતું. જોકે શરૂઆતના તબક્કે તે ન માની. બાદમાં તેના માતા-પિતાનો સંપર્ક સાધી તેમને સમજાવી, સરિતાને 3 મહિના માટે નડિયાદ આવવા કહ્યું, જો ન ગમે તો પરત જવાની શરતે. સરિતા આવી ત્યારે તે માનસિક રીતે તૈયાર ન હતી. તે સતત ઘરે જવાની વાત કરતી. તેને સમજાવી, અને ભવિષ્યના ઉજ્વળ સપના બતાવી, માનસિક રીતે તૈયાર કરી. દોઢ મહીના બાદ તે સારી રીતે સેટ થઇ, પરંતુ પરિવાર સાથેનું તેનું અટેચમેન્ટ તેની રમતને અસર કરતું હતું. જેથી આજ મુદ્દે મેં તેન .. અનુસંધાન 3 પર

મીઠો ઠપકો

X
Nadiad - ઇન્ડિયા લખેલી ટીશર્ટ પહેરવાનું ઝનૂન હતું : સરિતા
Nadiad - ઇન્ડિયા લખેલી ટીશર્ટ પહેરવાનું ઝનૂન હતું : સરિતા
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી