વડતાલમાં 7મીએ કુંડાં અને માળા વિતરણ કરાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નડિયાદ | વડતાલધામમાં 7મી એપ્રિલે ચકલી બચાવો અભિયાનને વેગ મળે તેના માટે કુંડા અને માળાનું વિતરણ કરવામાં આવશે. ચકલી ઘરઆંગણાંનું નાનું પક્ષી છે અને હવે તેની પ્રજાતિ લુપ્ત થઇ રહી છે. ઉનાળનો આરંભ થઇ રહ્યો છે ત્યારે ધોમધખતા તાપમાં ચકલીઓને પીવાનું પાણી મળી રહે તે માટે 7મી એપ્રિલ, 19ના રોજ યોજાનારી 34મી રવિસભામાં પણ કુંડાં અને માળા વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે યજમાન તરીકે પાડગોળના હરિભક્ત બુધાભાઈ અંબાલાલ શર્મા સહયોગ આપશે.

અન્ય સમાચારો પણ છે...