તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પતંગ ઉદ્યોગ ભૂમિગત : મંદીના મારથી બજારોમાં કાગડા ઊડવા જેવી સ્થિતિ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
મોબાઇલ યુગ બાળપણને તો ખાઇ ગયો છે પણ સાથે ઇન્ટરનેટની દુનિયાએ વાસ્તવિક આનંદ માણવાની જગ્યાએ લોકોને ડિજીટલ આનંદમાં રાચતાં કરી દીધા છે. જેને કારણે સમગ્ર વિશ્વમાં જે પતંગોત્સવ માટે ગુજરાત જાણીતું છે, તે ગુજરાતીઓનો રસ પણ હવે ડિજીટલ દુનિયામાં વધુ હોવાથી પતંગોત્સવ પરત્વે પણ નિરસતા આવતી જોવા મળી રહી છે. જી.એસ.ટી. બાદ હવે ડિજીટલાઇઝેશનને કારણે પણ પતંગોત્સવને માઠી અસર પહોંચી રહી છે.

ઉત્તરાયણ પર્વને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, પરંતુ તેમ છતાં બજારમાં જોઇએ તેવી પતંગ કે દોરીની ખરીદી જામતી ન હોવાની ચિંતા વેપારીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. નડિયાદમાં વર્ષોથી પતંગના વેપાર સાથે સંકળાયેલા લાલભાઇ છત્રીવાળાએ જણાવ્યું હતું કે, ગયા વર્ષે પતંગના ધંધામાં મંદી હતી, આ વરસે પણ મંદીનો માહોલ છે. વર્તમાન ઇન્ટરનેટના યુગમાં મોબાઇલમાં વ્યસ્ત રહેતાં યુવાધનની સાથે લોકોમાં પતંગ ચગાવવાનો ક્રેઝ પણ ઘટતો જાય છે. ગયા વર્ષ કરતાં આ વરસે પતંગનું ઉત્પાદન ઘણું જ ઓછું થયું છે. એટલે વેચાણ પણ ઘટ્યું છે. શનિવાર-રવિવારની રજામાં ઘરાકી ખુલવાની શક્યતા છે. આ વરસે પતંગનો સ્ટોક વધારે પડી રહે તેમ જણાય તેવી ભિતી હાલની ઘરાકીને જોતાં લાગી રહી છે.

પતંગનો કાગળ અમદાવાદ, વડોદરાથી લાવીએ છીએ. જેમાં ખાસ સીએનપી, સૂરતી, સુપરવ્હાઇટ કાગળ વપરાય છે. ગુજરાતની બહાર મુંબઇ, નાસિક, પુના, મહારાષ્ટ્ર, હૈદરાબાદ, ઉજજૈન, ઇન્દોર, જયપુર, મધ્યપ્રદેશ વગેરે રાજ્યોમાં પતંગનો માલ મોકલવામાં આવે છે.

રોજના 5 હજાર પતંગ બનાવીએ છીએ
 ‘ઉત્તરાયણના આઠેક માસ અગાઉથી જ પતંગ બનાવવાનું શરૂ કરવામાં આવે છે. રોજના 5 હજાર જેટલાં પતંગ બનાવીને અહીંના 150 પરિવારો રોજગારી મેળવે છે. આ વરસે મંદીના લીધે રૂ.3 લાખના પતંગનું જ ઉત્પાદન કરાયું છે, જે ગતવર્ષે રૂ. 4 લાખથી વધુનું ઉત્પાદન હતું.’ મુસાભાઈ પતંગવાળા, વેપારી.

45 વર્ષથી દોરી રંગવાનું કામ કરીએ છીએ
 ‘છેલ્લાં 45 વર્ષથી ચરખા વડે દોરી રંગવાનું કામ હું તથા મારા પતિ અબ્દુલરજાક મલેક કરીએ છીએ. આ વર્ષે મંદી છે, હાલ માંડ 20 ફીરકી-દોરી રોજની રંગાવવા લોકો આવે છે. ફાતેમાબીબી મલેક

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો