ખેડા-આણંદમાંથી સાઈકલ ચોરીના ગુનાનો કુખ્યાત આરોપી ઝડપાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખેડા-આણંદ જિલ્લામાંથી સાઈકલ ચોરીના ગુનામાં કુખ્યાત આરોપી ઝડપાયો છે. તેણે ડાકોર ઉપરાંત અન્ય સ્થળોએથી ચોરેલી જુદીજુદી 15 સાઈકલ, કિંમત રૂ. 9,500/-ની કબજે લઇ તેની વધુ પૂછપરછ હાથ ધરી છે.

નડિયાદ-ચકલાસી પાસે આવેલા ચલાલીના મોટા ફળિયામાં દાદુરામ મંદિર પાસે રહેતા ગણપત ઉર્ફે સુકો ચંદુભાઇ સોઢા પરમારને એલસીબીએ સાઈકલ ચોરીના ગુનામાં ઝડપી તેની પૂછપરછ કરી હતી. જેમાં તેણે ડાકોર રણછોડરાયજીના મંદિર પાછળથી સાઈકલની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. જેના આધારે તેની વધુ પૂછપરછ કરતા તેણે ભાલેજ, ઉત્તરસંડા, વાસદ, પલાણા, રઘવાણજ ચોકડી તથા વડતાલ જ્ઞાનબાગ વગેરે સ્થળોએથી મળી રૂ. 9,500/-ની કિંમતની 15 સાઈકલની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. જે સાઈકલો પોલીસે ગણપત ઉર્ફે સૂકા સોઢા પરમાર પાસેથી કબજે લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...