તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખેડા : 13 ઉમેદવારને ગત ચૂંટણીમાં નોટા કરતાં પણ ઓછા મત મળ્યા\'તાં

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખેડા લોકસભા બેઠકની ચૂંટણીને આડે હવે સપ્તાહ જ બાકી રહ્યું છે. શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ચૂંટણી પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે. જોકે, ગત ચૂંટણીમાં કુલ 15 ઉમેદવારો ઊભા રહ્યાં હતાં. પરંતુ આ ઉમેદવારોમાં ભાજપ અને કોંગ્રેસ બાદ કરતાં કોઇ જ ઉમેદવાર નોટા કરતાં વધુ મત મેળવી શક્યાં નહતાં.

ખેડા લોકસભા બેઠકમાં 2014માં કુલ 15 ઉમેદવાર અને પ્રથમ ‌વખત નોટા (નન ઓફ ધ અબોવ)નો ઉપયોગ થયો હતો. આ ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ બાદ ત્રીજા નંબરે નોટા રહ્યું હતું. એટલે કે કુલ 20,333 મત મળ્યાં હતાં. બાકીના 13 ઉમેદવારને નોટા કરતાં પણ ઓછા મત મળ્યાં છે. જેમાંથી એક ઉમેદવાર આ વખતની ચૂંટણીમાં પણ ભાગ લઇ રહ્યાં છે. આશ્ચર્યજનક બાબત એ છે કે, નોટા કરતાં ઓછા મત મેળવનારાં 13માંથી 11 ઉમેદવારને મળેલા મતનો સરવાળો પણ નોટા જેટલો માંડ થાય છે.

2014ની લોકસભામાં નોટાં કરતા ઓછા મત મેળવનારાં ઉમેદવારો
નોટા 20,333

રોશન પ્રીયવદન શાહ 7,442

પાંડવ ભયલાલભાઈ કાલુભાઈ 5,791

બાઢીવાલા લાભુભાઈ જીવરાજભાઈ 3,742

રતનસિંહ ઉદેસિંહ ચૌહાણ 3,495

મલેક શાહિબહુસેન ઇસ્માઇલભાઈ 2,720

ચૌહાણ દેવુસિંહ મોતીસિંહ 1,860

મલેક શાદ્દીકહુસેન મહંમદહુસેન 1,444

અબ્દુલ રજાકખાન પઠાણ 1,024

મલેક યાકુબમિયાં નબીમિયાં 955

રણવીર પ્રણયરાજ ગોવિંદભાઈ 944

ખ્રીસ્તી એડવડ ખુશાલભાઈ 938

પરીખ વિરલ હસમુખભાઈ 846

પટાણ અમાનઉલ્લાખાન 803

અન્ય સમાચારો પણ છે...