તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કઠલાલ તાલુકાના લાડવેલ ગામે આધેડની હત્યા મામલે કઠલાલ પોલીસે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કઠલાલ તાલુકાના લાડવેલ ગામે આધેડની હત્યા મામલે કઠલાલ પોલીસે તપાસના અંતે તેની પત્નીની જ ધરપકડ કરી હતી. આ કેસમાં પતિ દારૂ પીવાની આદતવાળો અને સેક્સ મેનિયાક હોવાથી કંટાળેલી પત્નીએ તેનું ઢીમ ઢાળી દીધું હતું.

કઠલાલના લાડવેલ ગામે થામણાવાળા ફળિયામાં રહેતા ભલાભાઇ શનાભાઇ પરમારની શુક્રવારે બોથડ પદાર્થ મારી હત્યા કરાઈ હતી. સવારે પરિવારજનો દ્વારા ભલાભાઇની અંતિમ વિધિની તૈયારી કરાઈ રહી હતી ત્યારે પોલીસે પહોંચી હતી. આ મામલે પોલીસે કૌશિકભાઇ ભલાભાઇ પરમારની ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. આ ગુનામાં કોઇ કુટુંબના સભ્યની સંડોવણીની આશંકાને પગલે પોલીસ પહેલેથી તે જ દિશામાં તપાસ કરી રહી હતી. જેમાં એક પછી એક પરિવારજનોની પૂછપરછ દરમિયાન ભલાભાઇના પત્ની સવિતાબેન ભાંગી પડ્યા હતા અને તેમણે પતિની હત્યાની કબુલાત કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે, ભલાભાઇ દારૂ પીવાની ટેવવાળા હોવા ઉપરાંત સેક્સ મેનિયાક હતા અને તેઓ પુત્રવધુ ઉપર જ દાનત બગાડતાં હતા. આ ઘટનાની રાત્રે પણ તેમણે પુત્રવધુ ઉપર દાનત બગાડી હોવાથી સવિતાબેને લોખંડની નરાશના ઘા મારી પતિને મોતને ઘાટ ઉતારી દીધો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો