ઢુણાદરામાં ટ્રેક્ટર અડફેટે આવેલી મહિલાને ઇજા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઠાસરા તાલુકાના ઢુણાદરા ગામે ટ્રેક્ટરના ચાલકે ખેતરમાં ખેડાણ માટે જવાનું હોવાથી ટ્રેક્ટર ચાલુ કરતાં એકાએક સ્ટીયરીંગ ઉપરનો કાબુ ગુમાવતાં, નજીકમાં વાસણ ઘસી રહેલી મહિલાને ટ્રેક્ટરે અડફેટે લેતાં તેમને માથાના અને શરીરના ભાગે ગંભીર ઇજા થઈ હતી. તેમને નડિયાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આ મામલે ડાકોર પોલીસે ટ્રેક્ટરના ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ઠાસરા તાલુકાના ઢુણાદરા ગામે ટ્રેક્ટરને દાતી જોડી ખેડાણ માટે જવાનું હોવાથી ચાલક સંજયભાઇ જાલમભાઇ ચાવડાએ ટ્રેક્ટર ચાલુ કરતાં જ તેમણે એકાએક સ્ટીયરીંગ ઉપરનો કાબુ ગુમાવી દેતાં, નજીકમાં વાસણ ઘસી રહેલા રઇબેન ટ્રેક્ટરની અડફેટે આવી જતાં તેમને માથામાં અને શરીરના ભાગે ગંભીર ઇજા થઇ હતી.

તુરંત જ રઇબેનને પ્રાથમિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા બાદ, ત્યાં સ્થિતી ગંભીર જણાતા વધુ સારવાર અર્થે નડિયાદની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં હાલમાં તેઓની સ્થિતી ગંભીર હોવાનું અને તેઓ બેભાન હોવાનું જાણવા મળી રહ્યું છે. આ મામલે શનાભાઇ જાલમભાઇ ચાવડાની ફરિયાદના આધારે ડાકોર પોલીસે અકસ્માત સર્જનાર સંજય જાલમભાઇ ચાવડા વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...