તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખેડા જિલ્લા પંચાયતની આવક વધતાં શિક્ષણ અને આરોગ્યમાં નાણાં ફાળવ્યાં

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ખેડા જિલ્લા પંચાયતમાં છેલ્લા બે વર્ષ દરમિયાન વસુલાતની કામગીરી સઘન બનાવતા તેની અસર આ વખતના બજેટ પર જોવા મળી હતી. દર વર્ષ કરતાં સ્વભંડોળ વધુ હોવાથી પંચાયત દ્વારા તેનો ઉપયોગ કરી આરોગ્ય અને શિક્ષણમાં ખર્ચ વધાર્યો છે. બુધવારના રોજ યોજાયેલી સામાન્ય સભામાં 10.75 કરોડની પુરાંત સાથેનું બજેટ મંજુર થયું હતું. જોકે, તે પહેલા પ્રશ્નોત્તરી કાળમાં જિલ્લા પંચાયત પ્રમુખ અને મહુધા ધારાસભ્ય વચ્ચે થોડા સમય માટે ઉગ્ર ચર્ચા થઇ હતી.

જિલ્લા પંચાયતની બુધવારના રોજ સામાન્ય સભા યોજાઇ હતી. જેમાં અધ્યક્ષ સ્થાને પ્રમુખ નયનાબહેન પટેલ હાજર રહ્યાં હતાં. જેમાં પ્રથમ જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. બાદમાં પ્રશ્નોત્તરી કાળ શરૂ કરવામાં આવ્યો હતો. જેમાં વિપક્ષ નેતા બાબુભાઈ સોલંકીએ મનરેગાના ચુકવણા બાબતે પ્રશ્ન ઉઠાવ્યો હતો. જોકે, પ્રમુખે પ્રશ્ન સંકલનનો હોવાનું જણાવ્યું હતું. આમ છતાં જવાબ આપ્યો છે. તેમ કહ્યું હતું. આ ચર્ચામાં મહુધા ધારાસભ્ય ઇન્દ્રજીતસિંહ ઝુકાવ્યું હતું. જેને પગલે ચર્ચા લંબાણી હતી. ધારાસભ્યએ જણાવ્યું હતું કે, સામાન્ય સભામાં પ્રશ્નો પુછવાનો હક્ક છે, અનુસંધાન પાના નં-3

1947.52 લાખની આવક સામે 872.10 લાખનો ખર્ચ અંદાજાયો
અંદાજપત્રમાં સ્વભંડોળની કુલ અંદાજીત 1947.52 લાખની આવક સામે રૂ.872.10 લાખનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે અને વર્ષના અંતે રૂ.1075.42 લાખની પુરાંત અંદાજવામાં આવી છે. રાજ્ય સરકારની તબદીલ થયેલી પ્રવૃત્તિઓ માટે 28,895 લાખનો આવક ખર્ચ અંદાજાયો છે. નયનાબહેન પટેલ, પ્રમુખ, જિલ્લા પંચાયત, ખેડા

સ્વાઇનફ્લૂના પગલે પેરાસીટામોલ ખૂટી
સિંહુજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં પેરાસીટેમોલ ન હોવાની ફરિયાદ સભ્યએ કરી હતી. જે સંદર્ભે જિલ્લા આરોગ્ય અધિકારી ડી.સી. જાગાણીએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, હાલમાં સ્વાઇન ફ્લુના પગલે પેરાસીટેમોલની વધુ ખપત રહી હતી.

શિક્ષણ અને આરોગ્યમાં રકમ વધુ ફાળવવામાં આવી
વિગત 2018-19 2019-20

સમાજ કલ્યાણ વિભાગ 19 લાખ 23 લાખ

મહિલા-બાળ વિકાસ 3 લાખ 3 લાખ

શિક્ષણ 14 લાખ 16 લાખ

આરોગ્ય-કુટુંબ કલ્યાણ 3.11 લાખ 5.02 લાખ

સ્વભંડોળ 7,11,35,000 10,91,40,000

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો