તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહુધામાં નડતરરૂપ બાવળને લઇ પ્રજાને હાલાકી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મહુધા નગરના મામલતદાર કચેરી પાછળ રબારીવાસ તરફ જવાના રસ્તા પર બાવળનું ઝાડ ઉગી નીકળ્યું છે. છેલ્લા ત્રણ માસ ઉપરાંતથી આ બાવળનું ઝાડ ઉગ્યું છે. જે ધીમે ધીમે કરીને મોટું થતા નડતરરૂપ બનવા લાગ્યું છે. આ રસ્તા પરથી ધારાસભ્ય, નગર પ્રમુખ સહિત અન્ય મહાનુભવોની અવરજવર થાય છે. છતાં આંખ આડા કાન કરાતા હોય એ રીતે તેને દૂર કરવા કોઇ પગલાં ન લેવાતા પ્રજાજનોમાં પણ આશ્ચર્ય સર્જાયું છે. આ જ તંત્રની રેહમનજર હેઠળ રોજેરોજ ગેરકાયદેસર વૃક્ષછેદન થાય છે.

અન્ય સમાચારો પણ છે...