તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નડિયાદમાં પાણીના ટાંકામાં પડેલા વૃદ્ધા 2 કલાક પાઇપ પકડી ટકી રહ્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નડિયાદ શહેરના ઝઘડીયા પોળમાં રહેતાં એક વૃદ્ધા ગુરુવારે મોડી સાંજે અકસ્માતે ઘરમાં બનાવવામાં આવેલા વરસાદી પાણીના ટાંકામાં પડી ગયા હતા. નડિયાદમાં આવેલ ઝઘડીયા પોળમાં રહેતો પરિવાર લગ્નમાં ગયો હતો. આ સમયે ઘરમાં બનાવવામાં આવેલા વર્ષો જૂના વરસાદી પાણીના ટાંકામાં (કૂઇમાં) 65 વર્ષના જયશ્રીબેન પંકજભાઇ પટેલ અકસ્માતે પડી ગયા હતા.

પડ્યા બાદ ગભરાઇ જવાને બદલે તેમણે હિંમતપૂર્વક તેમણે તુરંત જ પાણી માટેની પાઇપ પકડી લીધી હતી. તેઓ પડ્યા ત્યારે ઘરમાં કોઇ જ હાજર ન હોવાથી ગભરાઇ જવાની જગ્યાએ જયશ્રીબેને હિંમતપૂર્વક પાઇપ પકડી રાખી હતી અને પરિવાર પરત આવ્યો ત્યાં સુધી ટાંકામાં જ ટકી રહ્યા હતા. પરિવાર આવતાં જ તેમણે બૂમ પાડીને પોતે ટાંકામાં પડ્યા હોવાનું કહેતાં પરિવારે તેમને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ જયશ્રીબેનને કાઢી શકવામાં મુશ્કેલી પડતાં તુરંત જ નડિયાદ ફાયરબ્રિગેડને જાણ કરતા ટીમ ઘટનાસ્થળે દોડી ગઇ હતી અને દોરડું નાખીને જયશ્રીબેનને બહાર કાઢ્યા હતા. બાદમાં જયશ્રીબેનને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જયશ્રીબેનની હિંમતની ત્યાં હાજર સહુ કોઇએ પ્રશંસા કરી હતી.

અન્ય સમાચારો પણ છે...