તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નડિયાદમાં સગીરાને ભગાડી જવામાં કેસમાં સજા પડતાં આરોપી ભાગ્યો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

નડિયાદ તાલુકાના મહોળેલ તાબેના ખુશાલપુરામાંથી સગીરાને ભગાડી જનાર આરોપીને અત્રેની કોર્ટ દ્ધારા પોક્સોના ગુનામાં દોષિત ઠરાવી દસ વર્ષની કેદ અને રૂ. 40 હજારનો દંડ ફરમાવ્યો છે. દંડની આ રકમ પીડિતાને વળતરરૂપે ચૂકવી આપવા હુકમ કર્યો હતો. જોકે, સજા ફરમાવ્યા બાદ આરોપી સિફતપૂર્વક પોલીસની નજર ચૂકવી ભાગી ગયો હતો. જેને દોડાદોડી કરી પોલીસે ગણતરીની મિનિટોમાં ઝડપી જેલ હવાલે કર્યો હતો. પરંતુ આ ઘટનાક્રમના પગલે કોર્ટ પરિસરમાં ચકચાર મચી હતી.

નડિયાદ નજીકના મહોળેલ તાબેના ખોડિયારપુરામાં રહેતો બિપીન અરવિંભાઇ સોલંકી ગત તા. 29/01/2019ના રોજ રાત્રિના સમયે નજીકના ખુશાલપુરાખાતેથી એક તરૂણીને લલચાવી-પટાવી ભગાડી ગયો હતો. જેની સાથે દુષ્કર્મ આચર્યુ હતું. આ અંગે ચકલાસી પોલીસ મથકે બિપીન સોલંકીની વિરૂધ્ધ ફરિયાદ નોંધાવાઇ હતી. આ કેસ નડિયાદના સ્પેશ્યલ સેશન્સ જજ ડી. આર. ભટ્ટની કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ ધવલ આર. બારોટની દલીલોના આધારે આરોપી બિપીન સોલંકીને પોક્સો તથા બળાત્કારના ગુનામાં કસૂરવાર ઠરાવ્યો હતો, અને દસ વર્ષની સખત કેદની સજાનો હુકમ અદાલત દ્ધારા કરાયો હતો. ઉપરાંત જુદા-જુદા ગુનામાં મળી કુલ રૂ. 40,000/-નો દંડ ફરમાવી જો તે ન ભરે તો વધુ સજાનો પણ હુકમ કરી સીમાચિન્હરૂપ ચુકાદો આપ્યો હતો.

આરોપીને રૂપિયા 40 હજારનો દંડ, દંડની રકમમાંથી પીડિતાને વળતર ચૂકવવા પણ આદેશ

આ કેસમાં સરકારી વકીલ તરફથી કોર્ટમાં 17 દસ્તાવેજી પુરાવા અને 13 મૌખિક પુરાવાઓ રજૂ કર્યા હતા. ભોગ બનનારે પોતાની ઉંમરના પ્રમાણમાં નિર્દોષ ભાષામાં કોર્ટમાં જુબાની આપી હોવાની દલીલ રજૂ કરી હતી. આરોપીને કરેલા કૃત્યની અદાલતમાં રજૂઆત કરી હોવાનું જણાવ્યું હતું.

કોર્ટે આરોપીને દસ વર્ષની કેદ અને દંડની સજા ફટકારી હતી

પોલીસે તેની પાછળ દોડી તેને થોડે દૂરથી ઝડપી કોર્ટમાં લઇ આવી

આરોપીને પકડવા પોલીસે ભાગવું પડ્યું

પોક્સોના આરોપી બિપીને સોલંકીને સજા સંભાળવ્યા બાદ તે કોર્ટમાંથી ભાગી ગયો હતો. જોકે, પોલીસે તેની પાછળ દોડી તેને થોડે દૂરથી ઝડપી કોર્ટમાં લઇ આવી હતી. જોકે, આ બનાવના પગલે થોડીવાર માટે કોર્ટમાં અફરાતફરી મચી હતી. આરોપી ઝડપાઇ જતા તંત્રએ રાહત અનુભવી હતી. ઝડપાયેલા આરોપીને જેલ હવાલે કરાયો હતો.

_photocaption_નડિયાદમાં સગીરાને ભગાડી જવામાં કેસમાં સજા પડતાં આરોપી ભાગી ગયો હતો. જેને પોલીસ પકડી લાવી હતી.*photocaption*
અન્ય સમાચારો પણ છે...