તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નડિયાદમાં પહેલા નોરતે વરસાદે ગરબા કર્યા, આયોજકો ચિંતિત બન્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નડિયાદ શહેર સહિત ખેડા જિલ્લામાં રવિવારે પણ વરસાદી માહોલ અને વરસાદી ઝરમર યથાવત રહી હતી. નડિયાદ સહિત જિલ્લાના કેટલાક વિસ્તારોમાં બપોરે વરસાદનું ધોધમાર ઝાપટું પડ્યું હતું, જ્યારે અન્ય તાલુકાઓમાં ઝરમર વરસાદ હતો. પ્રથમ નવરાત્રિએ જ પડેલા વરસાદના કારણે આયોજકો ચિંતામાં મુકાઇ ગયાં હતાં. આ ઉપરાંત મોટીઝેરમાં વિજળી પડતાં પશુપાલકનું મોત નિપજ્યું હતું.

ચોમાસાની ઋતુ જાણે વિદાય લેવાનું નામ જ ન લેતું હોય તેમ રવિવારે પણ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. બપોરના સમયે 12 થી 2 દરમિયાન નડિયાદ શહેરમાં 7.0 મિમી વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત ઠાસરામાં 5 મિમી, ગળતેશ્વરમાં 4 મિમી, વસોમાં 2 મિમી, કપડવંજમાં 4 મિમી, કઠલાલમાં 7 મિમી , મહુધામાં 2 મિમી વરસાદ નોંધાયો હતો. જ્યારે માતર, ખેડા, મહેમદાવાદમાં વરસાદી ઝરમર જોવા મળી હતી. બપોરે વિજળીના કડાકા સાથે વરસેલા ભારે વરસાદને કારણે ખેડૂતોમાં ચિંતા વ્યાપી હતી. જ્યારે નવરાત્રિ આયોજકોના જીવ પણ પડિકે બંધાયા હતા. જોકે બપોરના વરસાદી ઝાપટાં બાદ, મેઘરાજાએ વિરામ લેતાં સહુએ રાહતનો શ્વાસ લીધો હતો. કપડવંજ તાલુકાના મોટીઝેર ગામે રવિવારના રોજ લાલાભાઈ વસ્તાભાઈ ભરવાડ (ઉ.વ.25) જેઓ ઘેટાં બકરાં ચરાવવા ગયાં હતાં.

જ્યાં વીજળી પડતાં તેમનું મૃત્યું નિપજ્યું હતું. આ ઉપરાંત તેની સાથે રહેલા અન્ય ચાર વ્યક્તિ ગંભીર રીતે દાઝી જતાં તેમને તાત્કાલિક સારવાર માટે બાયડ પાસે વાત્રક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.

પ્રથમ નવરાત્રિએ પડેલા વરસાદના કારણે આયોજકો ચિંતામાં મુકાયા.

અન્ય સમાચારો પણ છે...